“લાગી નેં ધાગી”

લાગી નેં ધાગી ચૉવક પર ગઇ કાલે મેં ટિપ્પણી કરેલી, હું ગઇ કાલે બહાર ગામ હોવાથી જવાબ આપી શક્યો નહીં, પણ તે સંદર્ભમાં જણાવવાનું કે, ચૉવકલાગી નેં ધાગી’’ એમ છે, શક્ય છે કે તે અન્ય પ્રાંતમાંબાર ગાઉએ બોલી બદલે’’ યુક્તિનુસાર અન્ય રીતે બોલાતી હોય, પણ તેથી કંઇ તેનો અર્થનિર્દેશન બદલાતો નથી.

અહીં ચૉવકનો મૂળ અર્થ તુરંતનો નિર્ણય, કોઇ વાત કે સમસ્યાનો ફેંસલો, બિલકૂલ વિલંબ વિના તાત્કાલિક લીધેલો નિર્ણય, એવા અર્થભાવ દર્શાવે છે.

અહીંધાગીશબ્દદાગવુંસળગાવવું, ચાંપી ફોડવું, જેવા અર્થો પ્રગટ કરે છે. કચ્છી ભાષામાંનોથાય છે તેમ અહીદાગવું”, પરથીદાગીઅનેધાગીથયું છે.

ચૉવકના ઉદ્દ્ભવ (જન્મ) સ્થાન તરફ જઇએ તો; જમાના પહેલા લડાઇમાં તોપનો વપરાસ થતો ત્યારે ચૉવકનો જન્મ થયો ગણી શકાય.

તોપની નારના મોઢામાં દારૂગોળો ભર્યા પછી તેને ખૂબ દબાવવું, “ઠાંસવુંપડતું. તે પછી તોપના મોઢા આગળ સળગાવેલું કપડું મૂકવામાં આવતું. જે મૂકનાર મૂકી તુરત ભાગી જતો. (તેના અવાજથી કાનમાંધાક આવી જાય તે માટે) ક્યારેક ભરેલા દારૂગોળાને અગ્નિ સ્પર્શતો તો તે ફૂટતી, અન્યથા કપડું ઓલવાઇ જતું તો તે ફૂટતી નહીં, આમ તેના ફૂટવાની ઘણીવાર સુધી રાહ જોવામાં આવતી. અને દુશ્મનો ફાવી જતાં.

પણ પછીથી તોપના પાછળના ભાગે બહાર સપાટી પર અંદરના દારૂ ને મળે હિસાબે નાનકડું કાંણાવાળું ટોપકું રાખવામાં આવતું. જેમાં સુતલીનેસરસ” (એક ચીકણો જ્વલનશિલ પ્રદાર્થ) માં ઝબોળી દારૂમાં રગળવામાં આવતું જેથી દારૂ તેમાં ચોંટી જતો, સુકાયા પછી તે કડક બની જતું અને ટોપકાનાં કાંણામાં રીતે ઘુસાડી દેવામાં આવતું કે તેનો છેડો નારની અંદર ભરેલા દારૂગોળા સાથે મળી જતો. પછી તેને ઉપરથી સળગાવવામાં આવતું અને તેનો તુરંતભડાકોથતો. આવી વાટો અગાઊથી બનાવી રાખવામાં આવતી, જ્યારે ખપ પડે ત્યારે તોપમાં દારૂ ભર્યું અને વાટ મૂકી સળગાવ્યું કે ભડાકો થયો, ત્યારે ચૉવકનો જન્મ થયોલાગી નેં ધાગી”.

લાગીશબ્દ પણ લાગ્યું, લગાવ્યું, સળગાવ્યું પરથી આવ્યો છે.

વાક્ય પ્રયોગ અને અર્થ :

*સગપણ સાથે તુરત વિવાહ નક્કી કર્યાં?-લાગી નેં ધાગી.

*ફટફટીયું લેવાનો વિચાર કર્યો, અને બીજા દિવસે આંગણામાં.-લાગી નેં ધાગી.

(લાલજી મેવાડાસ્વપ્ન”)

 

Advertisements