લક્કી ટેકરી (હોથી વડવા) રાઈબાઈની એકનિષ્ઠ ભક્તિની ગાથા

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તાલુકામાં આવેલા કોટડા-ચકાર ગામ. આ બંને ગામો એક બીજાથી એટલા નજીક છે કે તેઓના નામ એકબીજાના પર્યાય બની ગયા છે. બંને ગામોની મુખ્ય વસ્તી આહિર ખેડૂતો અને પશુપાલકોની. અન્ય જ્ઞાતિઓની વસ્તી પણ ખરી, જે ખેતી અને ખેડૂતોના આધારે પોતાનું ગુજરાન ચલાવતી.

આ પ્રદેશનો રળિયામણો ડુંગર વિસ્તાર કટિમેખલા સમાન શોભી રહ્યો છે. ચોતરફ હરિયાળી અને ક્યાંક ક્યાંક સપાટ ભૂવિસ્તાર દૂર દૂર સુધી પથરાયેલો નજરે પડે છે. ભુજથી આશરે ૧૭-૧૮ કી.મી. નાં અંતરે આ બંને ગામો આવેલા છે. અને બરાબર તેની નજીક એક એવી ટેકરી (ભિટ્ટ) આવેલી છે કે જે ગૌરવવંતી ઐતિહાસિક ગાથા સાચવીને બેઠી છે.  

અહીં આ લક્કી ટેકરી પર મેઘવંશી મારવાડા સમાજના ઈષ્ટદેવ ‘પીર પિથોરા દેવ’નું રળિયામણું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજના મેળો ભરાય છે અને મેઘવંશી મારવાડા સમાજની પરંપરા પ્રમાણે ભૂજોડી અને નાના બંદરાથી નેજો આવે છે. અને રાત્રે અનન્ય શ્રદ્ધાથી પાટકોરી ભજન-ભાવ વગેરે થાય છે.

વાત જાણે એમ છે કે; સિંધ પાકિસ્તાનમાં ‘માળી’ નામે એક ગામ..અને લોકવાયકા પ્રમાણે ત્યાં ‘પીર પિથોરાજી નામના મહાપ્રતાપી દેવ આજથી આશરે ૩૦૦-૩૫૦ વર્ષ પહેલા નિજિયાધર્મના પ્રસાર પ્રચાર માટે અવતાર ધારણ કર્યો હતો.

જે તે સમયે તેમના સત્સંગની સુવાસ સિંધ, કચ્છ-કાઠિયાવાળમાં ખુબજ ફેલાયેલી હતી. આ સુવાસથી પ્રેરાઈને કચ્છથી અનેક જ્ઞાતિઓના લોકો સિંધ તેમના દર્શનથી ધન્ય થવા સંઘસ્વરૂપે પગપાળા જતાં. જેમાં કચ્છથી મારવાડા સમાજનો સંઘ પણ દર વર્ષે સંઘસ્વરૂપે જતો. આ સમાજને પીર પિથોરાજી પર ખુબજ આસ્થા હોતાં ઘણી વખત એકજ ઘરના બે બે સભ્યો પણ સંઘમાં જોડાતા.

તત્ સમયના એક સંઘમાં એક પગે અપંગ અને નેત્રવિહિન મોટાબંદરાના મારવાડા સમાજના એક મહિલા ભક્ત રાઈબાઈ પણ તેમાં જોડાયા. ગામના માણસો તેમને આ યાત્રામાં સાથે ન આવવા ઘણું સમજાવ્યું. પણ રાઈબાઈને તો પિથોરાપીરજીના દર્શનની તિવ્ર ઝંખના હતી. અને તેમને સાથે લઈ જવા સંઘને  વિટંબણા એ હતી કે, તેમના થકી સમસ્ત સંઘને કેટલીક સમસ્યાઓ ઊભી થતી હતી. એટલે તેઓ ઈચ્છતા હતા કે રાઈબાઈ ન ચાલે તો સારું. નહીં તો એક વ્યક્તિના લીધે સમસ્ત સંઘને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પણ રાઈબાઈએ તો પોતાને સંઘમાં ચાલવાની જીદ પકડી રાખી હતી. અને અંતે રાઈબાઈને પીથોરાપીરની દર્શનની અભિલાષા આગળ સંઘને નમવું પડ્યું અને તેમને યાત્રામાં સાથે લઈ જાવા માટે સૌ તૈયાર થયાં.

થોડા દિવસો પછી શુભ તિથિએ રાઈબાઈ સાથે પીથોરાપીરના દર્શન કરવા સંઘે સિંધ તરફ પ્રયાણ કર્યું.

રાઈબાઈના દિલમાં હરખ મા’તો નો’તો, નામ સ્મરણ સાથે તેઓ પોતાના વિકલાંગપણાને ભૂલી ગયા હતા. સતત નામ સ્મરણના તંતુનો સંધાન રાઈબાઈ આત્મસાત કરી રહ્યાં હતાં. પણ નેત્રહીનતા અને પંગુતાના લીધે તેમને ચાલવામાં ઘણી મુશ્કેલીઓ થવા લાગી પણ આ વાત તેમને જરાય અનુભવાતી ન હતી. જ્યારે સંઘમાં તેમની સામેલગીરીથી કેટલાક પ્રશ્ર્નો જાગી ઊઠ્યા હતા. જેમતેમ કરી તેઓ પ્રથમ દિવસે લક્કી ટેકરી પાસે પહોંચ્યા. અને રાત્રીના રોકાણ માટે આ સ્થળ સૌને અનુકૂળ લાગ્યું. જોકે ધાર્યા કરતા પંથ ઘણું ઓછું કપાયું હતું. આમ ને આમ તો ઘણું મોડું થશે. અને એનું કારણ પણ રાઈબાઈ જ છે, એવી વાત સંઘમાં સહુના મોઢે ચર્ચાતી રહી.

રાત્રીનો પ્રસાદ લેવાયો, ભજનની ચોસર થઈ, કેટલાક લોકોએ ચૂપચાપ કોઈ વાતને બધાને કાનોકાન મૂકી અને બધાના ચહેરા પર ખુશી જેવું વર્તાયું.

સૌ થાક્યાપાક્યા હોવાથી સૂવાની તૈયારી કરવા માંડ્યાં. રાઈબાઈ પણ ‘આઊં રે તૉજી બંધી બાવલિયા, પૅરીયાં પ્રેમજી ગંધી’ મેકણદાદાના ભજનનું સ્મરણ કરતાં નિદ્રાધીન થઈ ગયા. અને એ દ્રષ્ટિહીન આંખોમાં કોઈ ઘોડેસવાર મારતે ઘોડે આવી રહ્યું હોય એવું એમને અનુભવાઈ રહ્યું.

રાત્રીની નિરવ શાંતિમાં દબાતે પગલે સૌ એકબીજાને ઊઠવાનો સંકેત કરતાં કેટલાક લોકો સંઘમાં ફરી વળ્યા. અને સંઘ વહેલી સવારે ચૂપચાપ અહીંથી રવાનો થઈ ગયો.

સૂર્યનારાયણની પ્રથમ કીરણ અને પંખીઓના મધુર કિલ્લોલથી રાઈબાઈની આંખ ઊઘડી. તેઓ પોતાની લાકડી આમતેમ ગોતવા લાગ્યા. મંદમંદ વહેતા સમીરની સુગંધ પણ શંકા પ્રેરક હતી. એક ભય તેમના શરીરમાં ફરી વળ્યો. તેઓ બેબાકળા થઈ કહેવા લાગ્યા, ‘ભાઈ…ઊઠો..જલદી કરો…ઊઠો બધા, આપણને મોડું થઇ જશે..’ આમ તેઓ કેટલાય સમય સુધી પોકારતા રહ્યા. પણ! કોઈએ તેમને પ્રત્યુત્તર આપ્યો નહી, તેમણે ઊંડો શ્ર્વાસ લઈ પરખી લીધું કે અહીં માનવ વસ્તી જ નથી. તેમને અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. તો શું સંઘ મને એકલી મૂકીને રવાનો થઈ ગયો?

માગસર માસમાં પણ શ્રાવણ ભાદરવા જેવી નદીઓના પૂર આંખોમાં વહી નીકળ્યા. આક્રંદ; અને વલોપાતથી કિલ્લોલ કરતા પક્ષીઓ પણ ચૂપ થઈ ગયા. ઘડી પહેલાના વાતાવરણમાં રાઈબાઈના રૂદનના અવાજ સિવાય સમગ્ર વિસ્તારમાં નિરવ શાંતિ પથરાઈ ગઈ. 

પણ! અચાનક તેમના માથા ઉપર કોઈ હાથ ફેરવતું હોય તેવું રાઈબાઈએ અનુભવ્યું. શરીરમાં એક ઝણઝણાટી ફરી વળી. વલોપાતમાં પણ તેમને સુખદભાવાનુભૂતિ થવા લાગી.

‘બેટા! તું શું કામ રડે છે? અહીં તું એકલી છો. સગાઓનો સંતાપ ન કરો બેટા ! બધા સ્વાર્થને બાંધી પરમાર્થ કરવા ચાલ્યા ગયા. હવે શાંત થાવ..બેટા!

ઘોર જંગલમાં આવી સુમધુરવાણી સાંભળી રાઈબાઈના હૃદયમાં ભરતીએ માઝા મૂકી તેમણે રડતાં રડતાં જણાવ્યું. ‘બાપુ મને મારા સંઘવાળા એકલી મૂકીને ચાલેયા ગયા છે હવે હું શું કરું?

‘બેટા તારું ઘર ક્યાં છે? ચાલ, હું તને તારે ઘરે મૂકી આવું.’

‘ના બાપુ ના, હવે હું અહીંથી એક ડગલું પણ મારા ઘર તરફ નહીં માંડું, મારે તો માડીએ પીર પીથોરાજીના દર્શન માટે જાવું છે.

‘બેટા તારો સંઘ તો બહુ દૂર નીકળી ગયો છે. તું એકલી કેવી રીતે જઈશ?’

‘ના બાપુ હવે જે થવાનું હોય તે થાય, ભલે મારા પ્રાણ જાય પણ હું જઈશ તો માડીએ જ જઈશ.’

રાઈબાઈનો અડગ નિશ્ર્ચય જાણી, ઘોડેસવારે તેમની બંને આંખો પર ઘડીભર હાથ દબાવી દીધાં. રાઈબાઈ તો આ પરમાનુભૂતિથી એવા ડઘાઇ ગયા કે મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં.

‘બેટા! તમારી આંખો ખોલો!’ ઘોડેસ્વારે એમની આંખો પરથી પોતાના હાથ હટાવી લીધાં.

રાઈબાઈના ક્યારેય ન ખૂલેલા આંખોના પડળ એકદમ ઊઘડી ગયાં. તેમને બહુજ આશ્ર્ચર્ય થયું. ‘આ તો એજ ઘોડેસવાર! જે રાત્રે મારા હૃદય પર ઘોડા દોડાવતો હતો. તેમની પીરપિથોરાજીની અનન્ય ભક્તિના પ્રતાપે સમજાઈ ગયું કે આ જ છે પીર પિથોરાજી.

હર્ષાવેશથી તેમની આંખો વરસી પડી. રાઈબાઇ પીરપિથોરાજીના ચરણમાં અચેતનની જેમ ઢળી પડ્યા.

પીર પિથોરાજીએ કહ્યું;  ‘ઊભા થાવ બેટા! અને ઘેર જાવ’

પિથોરાજીની વાતથી હરખાઈને રાઇબાઈએ કહ્યું; ‘ના પ્રભુ ના! હવે ઘેર નથી જવું, હવે તો મને તમારી સાથે માડીએ આવવું છે. આ અધમ દૃષ્ટિહીનને દ્રષ્ટિ આપી અને પંગુતાને દૂર કરી, આપે દયા મારા પર કૃપા કરી છે. તમે મારા તારણહાર છો પ્રભુ દયા કરો અને મને માડીએ લઈ ચાલો.’

‘ચાલ બેટા ચાલ ….’ એટલું સાંભળતા હર્ષાવેશમાં રાઈબાઈની આંખો બંધ થઈ ગઈ. સ્થૂળ શરીર શુન્યાવકાશમાં ઝૂલતું હોય એવું સ્વાંત:સુખાય જેવું અનુભવાઈ રહ્યું.

એમણે આંખો ખોલી એક વિશાળ મંદિર તેમને દેખાવા માડ્યું. આજુબાજુ જોયું પણ કોઈ જ દેખાયું નહી. તેઓ દિગ્મૂઢ થઈ આમતેમ જોવા લાગ્યાં. તેમને થયું કે જરૂર પીથોરાપીરની પૂર્ણકૃપા મારા પર ઉતરી છે. અને સતત પ્રભુ નામસ્મરણ સાથે દિવસો પસાર કરવા લાગ્યા.

એક દિવસ ઝાંઝ,પખાજ, તબલાં; અને ભજનોની રમઝટનો અવાજ તેમને કાને પડ્યો. અને તે ધીરેધીરે તીવ્ર થતો જણાયો, તેમણે કાન સરવા કર્યા. એમને થયું કે કોઈ સંઘ આ તરફ આવી રહ્યો છે.

નજીક આવતાં જ સહુ એકબીજાને ઓળખી લીધા. સહુના ચહેરા પર આશ્ર્ચર્યની આભા ઝબકવા લાગી. સંઘમાંથી કોઈએ રાડ પાડી. રાઈબાઈ… રાઈબાઈ…! સંઘના સમુહમાં એકાએક સ્તબ્ધતા છવાઈ ગઈ. સૌ ઝંખવાણા પડી ગયા. રાઈબાઈને ત્યાં મૂકી આવવા બદલ સૌ પસ્તાવો કરવા લાગ્યા અને આ ચમત્કારને વંદી રહ્યાં.

રાઈબાઈએ સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે સહુની આંખના ખૂણા સ્ત્રવી રહ્યાં. સંઘે તેમને એકલા મૂકી આવવા બદલ પસ્તાવો થયો, અને  સૌએ તેમની માફી માંગી.

પણ! ક્ષમાવાન રાઈબાઈએ કહ્યું કે; ‘તમારા થકી જ મને  પેથલભાણના દર્શનનો લાભ મળ્યો. કદાચ તમે મને સાથે લઈને ચાલ્યા હોત તો મને આ લ્હાવો મળ્યો ન હોત. હું તમારો આભાર માનું એટલું ઓછું છે.’ અનાયાસે સંઘ તરફ તેમના હાથ જોડાઈ ગયા.

 સંઘના સૌ પિથોરાપીરના દર્શન કરી પોતપોતાને ધન્ય માનવા લાગ્યા. પછી તો દરરોજના સત્સંઘમાં દિવસો કેમ પસાર થઈ ગયાં તે કોઈને ખબર ન પડી. હવે સંઘ પરત આવવાની તૈયારી કરવા લાગ્યું.

સંઘના મોવડીએ હાથ જોડી રાઈબાઈને કહ્યું; ‘માતાજી ચાલો આપણા વતન પાછા ફરીયે…’

‘તમે જાવ, હવે હું મારો આયખો અહીં જ યાત્રાળુઓની સેવામાં અને પીર પેથલભાણની ભક્તિમાં વીતાવીશ’

સૌએ ઘણું સમજાવ્યું પણ! રાઈબાઈ એકના બે ન થયાં. આખરે સૌએ પીરપિથોરાજીની અને રાઈબાઈની જય જયકાર કરી પરત કચ્છ તરફ રવાના થયાં.

રાઈબાઈએ પોતાનું આયખું માડી ગામે પીર પિથોરાજીના દર્શને આવતા યાત્રાળુઓની સેવામાં વિતાવ્યું.

સંઘ પરત કચ્છ આવી પહોંચ્યું, ગામમાં પ્રવેશતાં પહેલા જ્યાં રાઈબાઈને મૂકી ચાલ્યા ગયાં હતાં તે સ્થળ લક્કી ટેકરી (વડવા હોથી) આવ્યાં અને તેમની યાદ‚માં એક ઓટલો બનાવ્યો. રાઈબાઈની જયજયકાર કરી પછી જ ગામમાં તેમણે પ્રવેશ કર્યો.

આજે તે જગ્યાએ પીર પિથોરાજી અને રાઈબાઈનું ભવ્ય મંદિર આવેલું છે. એટલું જ નહીં પણ પીરપિથોરાજીના કચ્છના દરેક સ્થાનો પર પિથોરાજી સાથે રાઈબાઈને સ્થાન આપવામાં આવ્યું છે. સિંધના માડી ગામના મંદિરમાં પણ તેમની સમાધી સાથે રાઈબાઈની સમાધી આવેલી છે.

 લોકવાયકા મુજબ આ ઘટનાને આશરે ૨૦૦થી ૨૫૦ વર્ષ થયા હશે. અનન્ય ભક્તિ-ભાવનું અનેરું ઉદાહરણ સાચવીને બેઠેલી આ લક્કી ટેકરી(વડવા હોથી) “યાવચ્ચંદ્રદિવાકરૌ”સુધી આ ગાથાને જીવંત રાખવા ઉન્નત મસ્તકે અડગ છે જેનું ગૌરવ છે.

(પૂરક માહિતી : હરેશ વણકર, નારાયણભાઈ સીજુ, ભુજોડી.)

આંખથી ભલે બધું દેખાતું હોય છતાં શબ્દાર્થને તો મનથી જ જોઈ/જાણી શકાય છે.

શબ્દજો સંજીરો’ના માધ્યમથી આપણે ઘણા કચ્છી શબ્દો પર આંખ ફેરવી. આજે આપણે “આંખ” શબ્દ પર અને તેના વાક્યપ્રયોગો, રૂઢિપ્રયોગો અને ક્રિયાપદોને જોઈશું તો આપણને જરૂર આશ્ચર્ય થશે કે કચ્છીભાષાનો વિસ્તાર કેટલો વિશાળ છે.

આ “આંખ”ને કચ્છીભાષામાં “અખ” કહે છે જે સંસ્કૃતભાષાના “અક્ષિ” શબ્દ પરથી આવ્યો છે. અને તેના પ્રર્યાયવાચી શબ્દ તરીકે “નેંણ” શબ્દ પણ પ્રચલિત છે. જે સંસ્કૃતભાષાના “નેત્ર” કે “નયન” શબ્દ પરથી આવ્યો છે.

સૃષ્ટિમાં શ્વાસ લેતા દરેક જીવને બે આંખ હોય છે. કોઈને એક કે ત્રણ હોતી નથી.(આ કથન અપવાદરૂપ  પણ હોઈ શકે.) હા તેના આકારમાં થોડેઘણે તફાવત જોવા મળશે. વળી, તેની દ્ર્ષ્ટિ તિક્ષણ કે સામાન્ય હોય એ પણ જોવા મળે છે.

આપણે તો મનુષ્યની આંખની વાત કરીએ છીએ, અર્થાત્ આ “અખ” શબ્દના અર્થ અને તેના વાક્યપ્રયોગો, ક્રિયાપદો અને રૂઢિપ્રયોગોને જોવાનો આયામ આ સંજીરાના માધ્યમથી કરવાનો છે.

        અહીં “અખ’ એટલે જોવાની ઈન્દ્રિય. (૨ શેરડીના બીજનું સ્થાન. (૩) મશીનનાં નાનકડા ભાગ પર આવતી કણી જેવી ઠેસી. (૪) પાટિયા(લાકડાં)માં ઝાળની ડાળી ફૂટી હોય તેનો આંખ જેવા દેખાવવાળો નિશાન, જેને “ભમરી” પણ કહે છે. કચ્છીભાષામાં તેના વાક્યપ્રયોગો, ક્રિયાપદો અને રૂઢિપ્રયોગો આ પ્રમાણે જોવા મળે છે.

અખ કઢણી-(‚રૂઢિ.) ડરાવવું; ધમકાવવું.

અખઉથીણી/ડુખણી-આંખ દુ:ખવી.

અખ અ઼ડાયણીં-(‚રૂઢિ.) ઝગડો કરવો.

અખઘેરાણી-નિંદ્રા આવવી.

અખ ઢારણી-(‚રૂઢિ.) ઘડીક નિંદ્રા લેવી. (‚રૂઢિ.) મૃત્યુ પામવું.

અખ ઢારે છડણીં-સંકોચથી આંખ ઢાળવી. (‚૨) (‚રૂઢિ.) મૃત્યુ પામવું.

અખ વતાયણી-(‚રૂઢિ.) ધમકાવવું.

અખ ખુટકણીં-(પીડાથી) આંખ ખટકવી.

અખ તિરકણી-(‚રૂઢિ.) (જોતાં જ) આશ્ર્ચર્ય પામવું.

અખ ત઼િડી વિઞણીં-(‚રૂઢિ.) અભિમાન આવી જવું.

અખ ફિરકણી-(‚રૂઢિ.) સારા શુકન થવા.

અખ ફિરાયણી-(‚રૂઢિ.) ગુસ્સો બતાવવો.

અખ ફિરી વિઞણીં- આંખ ખોટી/ત્રાંસી થવી. (૨) (‚રૂઢિ.) મરણોન્મુખ થવું. (૩)(‚રૂઢિ.) બહુ જ અભિમાન આવી જવું.

અખ કન ખુલા રખણાં-(‚રૂઢિ.) સાવચેત રહેવું.

અખ ભારી થીંણી-આંખ ઘેરાવી. (‚રૂઢિ.) મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવો.

અખ રખણી-(‚રૂઢિ.) નજરમાં રાખવું; દ્વેષ પૂર્વકકોઇ પર ખ્યાલ રાખવો.

અખ રતી કેંણી-(‚રૂઢિ.) ગુસ્સો કરવો.

અખ રતી થીંણી-(દર્દથી) આંખ લાલ  થવી. (૨) (‚રૂઢિ.)  ગુસ્સો આવવો.

અખમેં આઞે વિઞણું-(‚રૂઢિ.) ઠગી જવું.

અખમેં આંગર કેંણી-(‚રૂઢિ.) આડખીલી‚પ બનવું. (૨) (‚રૂઢિ.) દગો કરવો.

અખ કાંણી કેંણી-(‚રૂઢિ.) સંબધ બગાડવો.

અખ મીંચણી-ઊંઘ લેવી. (૨) (‚રૂઢિ.) મૃત્યુ પામવું.         

અખ બૂંચ કેંણી-(‚રૂઢિ.) જાણતાં છતાં અજાણપણું બતાવવું.                

અખ બૂચાણીં કેંણી-(‚રૂઢિ.) લક્ષ્યમાં ન લેવું. (૨) (‚રૂઢિ.) કોઇનાથી દગાની રમત કરવી.

અખ સરમ-કોઇની શરમ રાખવી.

અખ મારણીં-(‚રૂઢિ.) આંખથી ઇશારો કરવો. (૨) સુતારી કામમાં લાકડું સીધું છે કે નહિ તે જોવાની ક્રિયા. અખ મિચકારણીં-ધૃષ્ટ ઇશારો કરવો.

અખજો કસ્તર-સતત ખટક્યા કરે એવો.

અખ ખુલણી-(‚રૂઢિ.) ભાન થવું.

અખજો તારો-અતિ વહાલો.

અખમેં અચણું-દેખાવમાં આવી જવું; આંખે ચડવું.

અખ મિલણીં-(‚રૂઢિ.) ઝોકું આવી જવું. (૨) (‚રૂઢિ.) પ્રેમ થઇ જવો.

અખમેં વસણું-(‚રૂઢિ.) અત્યંત ગમી જવું.

અખમેં હુંણુ-(‚રૂઢિ.) (વેરવૃત્તિ) ધ્યાનમાં હોવી.

અખ લિકાયણી-(‚રૂઢિ.) શરમાવવું.

અખ જે પલકારે-ક્ષણિક સમયમાં.

અખજે પટે જૅડ઼ોસતત ખટકે એવો.

અખ મિલાયણીં-મહોબત પ્યાર કરવો.(૨) આમને સામને જોવું, ખરા ખોટાના પારખા કરવા.

અખ ફિરાયણીં-ઉડતી નજરે જોવું. (૨) (‚રૂઢિ.) ગુસ્સો, ક્રોધ બતાવવો.

અખ તેજ હુંણી-દૃષ્ટિ વધારે હોવી.

અખ ઉઘ઼ડણી-ઊંઘમાંથી જાગવું. (૨) (‚રૂઢિ.) ફરજનું ભાન થવું.

અખ ઉચીં કેંણી-મર્યાદાનું ઉલ્લંધન કરવું.

અખ ઠરણી-(‚રૂઢિ.) જોઇને આનંદ થવો.

અખ ઠૅરણીં-જોઈને અચંબામાં પડવું.

અખ ખુચી રોંણી-(‚રૂઢિ.) અત્યંત પસંદ પડી જવું.

અખ ભરજી અચણી-દુ:ખનો અહેસાસ થવો.

અખમેં કમ઼ડો હુંણું-સાચા-ખોટાનું ભાન ન હોવું.

અખ ચોપણી-શેરડીની ગાંઠને વાવવી.

અખ વ્યારણી-મશીનના નાનકડા ભાગ પર આવતી કણી જેવી ઠેસી બેસાડવી.

અખ ડીંણી-(‚રૂઢિ.) કપડામાં ભરતકામ કર્યા પછી લેવાતો અમુક જાતનો ટાંકો.

અખ મેં સપ સુરણાં-(‚રૂઢિ.) કામવાસના જાગૃત થવી.

હવે આપણે અખીયું (બ.વ.) જોઈએ.

અખીયું છિને ગ઼િનણ્યું-(‚રૂઢિ.) ઊડીને આંખે વળગે એવું સુંદર

અખીયું ઠરણીયું-જોઈને હૈયામાં આનંદ થવો.

અખીયું ઠારણીયું-(વડીલોને) ખુશ રાખવા

અખીયું ડરા ડિઇ વિઞણીયું-આંખો ઊંડી ઉતરી જાય એટલી હદે શરીર ઘસાઇ જવું.

અખીયું બુંચેનેં-જોયા  વિના

અખીયું વ઼િડણીયું-મનભેદ-મતભેદ હોવો.

અખીયું વિંઞાયણીયું-નિરર્થક કામ કરવું.

અખીયું ઉથીણીયું-આંખમાં તકલીફ થવી.

અખીયું ભેરીયું હુંણ્યું(રૂઢિ.)પરિવાર સાથે હોવું.

અખીયું નં  હુંણ્યું-અંધ હોવું. (૨) (‚રૂઢિ.) બે શરમ હોવું.

અખીયું ભેરીયું થીંણીયું- (‚રૂઢિ.) સ્વજનોનું મિલન થવું.

અખીયું અચણીયું-આંખો દુઃખવી (૨) (‚રૂઢિ.) ભાન થવું.

અખીયું તાંણણીયું-(‚રૂઢિ.) ગુસ્સે થવું.

અખીયેં થીંણું/પોંણું-(‚રૂઢિ.) અપ્રિય બનવું.

અખીયેંજા તારા-અત્યંત પ્રિય.

અખીયેંજા ધ્રૉ-(‚રૂઢિ.) માત્ર જોઈને સંતોષ પામવો.

અખીયેં જો ફુટલ-આંધળા જેવો.

અખીયેં મેં ડિઇ વિઞણું-(‚રૂઢિ.) ઠગી જવું.

અખીયેં પોંણુ-નજરમાં હોવું કે આવવું.

અખીયેંજા સોં-આંખોના સમ.

અખીયેંમેં ઓતારા ડીંણાં-(‚રૂઢિ.) અતિ વ્હાલ દર્શાવવું.

અખીયેં આડા હથ ડીંણાં-અતિશય શરમાવવું.

અખીયેં પટા બધણા/હુંણા-(‚રૂઢિ.) સત્ય-અસત્યનું ભાન હોવું.

અખીયેં પાણી અચણાં-અત્યંત દુ:ખ થવું.

અખીયેં આડા કન કેંણાં-(‚રૂઢિ.) ધ્યાન પર ન લેવું.

અખીયેં રત અચણું-(‚રૂઢિ.) સહન શક્તિની હદ આવવી.

અખીયેં પાણી અચણા-સખત મહેનત કરવી.(૨) બહુ જ ખુશ થવું.

અખીયુંકામું -શીતલા માતાને આંખો ‘નેણ’ જેવું ચઢાવવાતું  પ્રતીક.

અખીયું ઘુમાયણીયું-(‚રૂઢિ.) અકળવકળ થઈ જવું.

અખીયું ટિપટિપાયણીયું-હેરતથી જોવું.

અખીયું ટોય ન્યારણું-એકીટસે જોવું.

અખીયું મીંચે મંઢાણું-કાર્ય પાછળ સતત મંડ્યા રહેવું.

અખીયું પટતેં ખોડ઼ે છડણીયું-(‚રૂઢિ.) શરમથી નીચે જોઈ રહેવું.

અખીયું મીંચે ડિના વિઞણું-નિશ્ચિંત થઈ ચાલ્યા જવું.

અખીયેં અગ઼ીયા/સામે-પ્રત્યક્ષ હાજરીમાં.

અખીયેંમેં ધૂડ઼ વિજણી-(‚રૂઢિ.) છેતરવું.

અખીયેં મિંજા આઞણજી ચોરઈ કેંણી-(‚રૂઢિ.) ખૂબજ સીફતપૂર્વક કામ કરવું.

આ સંદર્ભે કેટલીક કહેવતોનો સહારો લઈએ તો.

અખતાં વિઈ પણ ભિઞણ પ વ્યા“-બેશરમીની હદ વટાવી જવી.

અખ ફુટઈ ખમાજે પ ઉથઈ નં ખમાજે“-આંખ જતી રહે તેનાથી દુઃખવાનું દર્દ ખમાતું ન હોય.

અખ બૂચાંણી ત ધુનિયા લૂંટાણી”-રૂઢિ.) (પોતે) મરી ગયા પછી દુનિયા બેહાલ થઈ ગઈ.

વળી, આ “અખ” શબ્દ પર ઘણા કિસ્સા પણ જોવા મળે છે. જેને કચ્છીભાષામાં “ઓઠો” કહે છે. અને આવા “ઓઠા”માં લોકસાહિત્યકાર શરીર વિજ્ઞાની તરીકે જોવા મળે છે. તે કહે છે કે, અખ વિઞાણ આઞણી, મોં વિઞાણ મોયડ઼ો, નેં નક વિઞાણ નાસૂર. આંખને આંજણીનું દર્દ તેના રૂપને બગાડી નાખે છે, તો મોઢાના રૂપને ખીલ બગાડી નાખે છે ત્યારે નાકના રૂપને નાસૂર નામનો દર્દ બગાડી નાખે છે. આંખની ઓછી-વધુ દ્રષ્ટિ (નજર)ને “મીટ” કહે છે. આંખના કેટલા બધા શબ્દ અને શ્બ્દપ્રયોગોનો ઉલ્લેખ થયો પણ તેનાથી વધુ રહી જવા પામ્યા હોય એમ પણ બને.

        આંખથી ભલે બધું દેખાતું હોય છતાં શબ્દાર્થને તો મનથી જ જોઈ/જાણી શકાય છે.

આંખથી ભલે બધું દેખાતું હોય છતાં શબ્દાર્થને તો મનથી જ જોઈ/જાણી શકાય છે.

શબ્દજો સંજીરો’ના માધ્યમથી આપણે ઘણા કચ્છી શબ્દો પર આંખ ફેરવી. આજે આપણે “આંખ” શબ્દ પર અને તેના વાક્યપ્રયોગો, રૂઢિપ્રયોગો અને ક્રિયાપદોને જોઈશું તો આપણને જરૂર આશ્ચર્ય થશે કે કચ્છીભાષાનો વિસ્તાર કેટલો વિશાળ છે.

આ “આંખ”ને કચ્છીભાષામાં “અખ” કહે છે જે સંસ્કૃતભાષાના “અક્ષિ” શબ્દ પરથી આવ્યો છે. અને તેના પ્રર્યાયવાચી શબ્દ તરીકે “નેંણ” શબ્દ પણ પ્રચલિત છે. જે સંસ્કૃતભાષાના “નેત્ર” કે “નયન” શબ્દ પરથી આવ્યો છે.

સૃષ્ટિમાં શ્વાસ લેતા દરેક જીવને બે આંખ હોય છે. કોઈને એક કે ત્રણ હોતી નથી.(આ કથન અપવાદરૂપ  પણ હોઈ શકે.) હા તેના આકારમાં થોડેઘણે તફાવત જોવા મળશે. વળી, તેની દ્ર્ષ્ટિ તિક્ષણ કે સામાન્ય હોય એ પણ જોવા મળે છે.

આપણે તો મનુષ્યની આંખની વાત કરીએ છીએ, અર્થાત્ આ “અખ” શબ્દના અર્થ અને તેના વાક્યપ્રયોગો, ક્રિયાપદો અને રૂઢિપ્રયોગોને જોવાનો આયામ આ સંજીરાના માધ્યમથી કરવાનો છે.

        અહીં “અખ’ એટલે જોવાની ઈન્દ્રિય. (૨ શેરડીના બીજનું સ્થાન. (૩) મશીનનાં નાનકડા ભાગ પર આવતી કણી જેવી ઠેસી. (૪) પાટિયા(લાકડાં)માં ઝાળની ડાળી ફૂટી હોય તેનો આંખ જેવા દેખાવવાળો નિશાન, જેને “ભમરી” પણ કહે છે. કચ્છીભાષામાં તેના વાક્યપ્રયોગો, ક્રિયાપદો અને રૂઢિપ્રયોગો આ પ્રમાણે જોવા મળે છે.

અખ કઢણી-(‚રૂઢિ.) ડરાવવું; ધમકાવવું.

અખઉથીણી/ડુખણી-આંખ દુ:ખવી.

અખ અ઼ડાયણીં-(‚રૂઢિ.) ઝગડો કરવો.

અખઘેરાણી-નિંદ્રા આવવી.

અખ ઢારણી-(‚રૂઢિ.) ઘડીક નિંદ્રા લેવી. (‚રૂઢિ.) મૃત્યુ પામવું.

અખ ઢારે છડણીં-સંકોચથી આંખ ઢાળવી. (‚૨) (‚રૂઢિ.) મૃત્યુ પામવું.

અખ વતાયણી-(‚રૂઢિ.) ધમકાવવું.

અખ ખુટકણીં-(પીડાથી) આંખ ખટકવી.

અખ તિરકણી-(‚રૂઢિ.) (જોતાં જ) આશ્ર્ચર્ય પામવું.

અખ ત઼િડી વિઞણીં-(‚રૂઢિ.) અભિમાન આવી જવું.

અખ ફિરકણી-(‚રૂઢિ.) સારા શુકન થવા.

અખ ફિરાયણી-(‚રૂઢિ.) ગુસ્સો બતાવવો.

અખ ફિરી વિઞણીં- આંખ ખોટી/ત્રાંસી થવી. (૨) (‚રૂઢિ.) મરણોન્મુખ થવું. (૩)(‚રૂઢિ.) બહુ જ અભિમાન આવી જવું.

અખ કન ખુલા રખણાં-(‚રૂઢિ.) સાવચેત રહેવું.

અખ ભારી થીંણી-આંખ ઘેરાવી. (‚રૂઢિ.) મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવો.

અખ રખણી-(‚રૂઢિ.) નજરમાં રાખવું; દ્વેષ પૂર્વકકોઇ પર ખ્યાલ રાખવો.

અખ રતી કેંણી-(‚રૂઢિ.) ગુસ્સો કરવો.

અખ રતી થીંણી-(દર્દથી) આંખ લાલ  થવી. (૨) (‚રૂઢિ.)  ગુસ્સો આવવો.

અખમેં આઞે વિઞણું-(‚રૂઢિ.) ઠગી જવું.

અખમેં આંગર કેંણી-(‚રૂઢિ.) આડખીલી‚પ બનવું. (૨) (‚રૂઢિ.) દગો કરવો.

અખ કાંણી કેંણી-(‚રૂઢિ.) સંબધ બગાડવો.

અખ મીંચણી-ઊંઘ લેવી. (૨) (‚રૂઢિ.) મૃત્યુ પામવું.         

અખ બૂંચ કેંણી-(‚રૂઢિ.) જાણતાં છતાં અજાણપણું બતાવવું.                

અખ બૂચાણીં કેંણી-(‚રૂઢિ.) લક્ષ્યમાં ન લેવું. (૨) (‚રૂઢિ.) કોઇનાથી દગાની રમત કરવી.

અખ સરમ-કોઇની શરમ રાખવી.

અખ મારણીં-(‚રૂઢિ.) આંખથી ઇશારો કરવો. (૨) સુતારી કામમાં લાકડું સીધું છે કે નહિ તે જોવાની ક્રિયા. અખ મિચકારણીં-ધૃષ્ટ ઇશારો કરવો.

અખજો કસ્તર-સતત ખટક્યા કરે એવો.

અખ ખુલણી-(‚રૂઢિ.) ભાન થવું.

અખજો તારો-અતિ વહાલો.

અખમેં અચણું-દેખાવમાં આવી જવું; આંખે ચડવું.

અખ મિલણીં-(‚રૂઢિ.) ઝોકું આવી જવું. (૨) (‚રૂઢિ.) પ્રેમ થઇ જવો.

અખમેં વસણું-(‚રૂઢિ.) અત્યંત ગમી જવું.

અખમેં હુંણુ-(‚રૂઢિ.) (વેરવૃત્તિ) ધ્યાનમાં હોવી.

અખ લિકાયણી-(‚રૂઢિ.) શરમાવવું.

અખ જે પલકારે-ક્ષણિક સમયમાં.

અખજે પટે જૅડ઼ોસતત ખટકે એવો.

અખ મિલાયણીં-મહોબત પ્યાર કરવો.(૨) આમને સામને જોવું, ખરા ખોટાના પારખા કરવા.

અખ ફિરાયણીં-ઉડતી નજરે જોવું. (૨) (‚રૂઢિ.) ગુસ્સો, ક્રોધ બતાવવો.

અખ તેજ હુંણી-દૃષ્ટિ વધારે હોવી.

અખ ઉઘ઼ડણી-ઊંઘમાંથી જાગવું. (૨) (‚રૂઢિ.) ફરજનું ભાન થવું.

અખ ઉચીં કેંણી-મર્યાદાનું ઉલ્લંધન કરવું.

અખ ઠરણી-(‚રૂઢિ.) જોઇને આનંદ થવો.

અખ ઠૅરણીં-જોઈને અચંબામાં પડવું.

અખ ખુચી રોંણી-(‚રૂઢિ.) અત્યંત પસંદ પડી જવું.

અખ ભરજી અચણી-દુ:ખનો અહેસાસ થવો.

અખમેં કમ઼ડો હુંણું-સાચા-ખોટાનું ભાન ન હોવું.

અખ ચોપણી-શેરડીની ગાંઠને વાવવી.

અખ વ્યારણી-મશીનના નાનકડા ભાગ પર આવતી કણી જેવી ઠેસી બેસાડવી.

અખ ડીંણી-(‚રૂઢિ.) કપડામાં ભરતકામ કર્યા પછી લેવાતો અમુક જાતનો ટાંકો.

અખ મેં સપ સુરણાં-(‚રૂઢિ.) કામવાસના જાગૃત થવી.

હવે આપણે અખીયું (બ.વ.) જોઈએ.

અખીયું છિને ગ઼િનણ્યું-(‚રૂઢિ.) ઊડીને આંખે વળગે એવું સુંદર

અખીયું ઠરણીયું-જોઈને હૈયામાં આનંદ થવો.

અખીયું ઠારણીયું-(વડીલોને) ખુશ રાખવા

અખીયું ડરા ડિઇ વિઞણીયું-આંખો ઊંડી ઉતરી જાય એટલી હદે શરીર ઘસાઇ જવું.

અખીયું બુંચેનેં-જોયા  વિના

અખીયું વ઼િડણીયું-મનભેદ-મતભેદ હોવો.

અખીયું વિંઞાયણીયું-નિરર્થક કામ કરવું.

અખીયું ઉથીણીયું-આંખમાં તકલીફ થવી.

અખીયું ભેરીયું હુંણ્યું(રૂઢિ.)પરિવાર સાથે હોવું.

અખીયું નં  હુંણ્યું-અંધ હોવું. (૨) (‚રૂઢિ.) બે શરમ હોવું.

અખીયું ભેરીયું થીંણીયું- (‚રૂઢિ.) સ્વજનોનું મિલન થવું.

અખીયું અચણીયું-આંખો દુઃખવી (૨) (‚રૂઢિ.) ભાન થવું.

અખીયું તાંણણીયું-(‚રૂઢિ.) ગુસ્સે થવું.

અખીયેં થીંણું/પોંણું-(‚રૂઢિ.) અપ્રિય બનવું.

અખીયેંજા તારા-અત્યંત પ્રિય.

અખીયેંજા ધ્રૉ-(‚રૂઢિ.) માત્ર જોઈને સંતોષ પામવો.

અખીયેં જો ફુટલ-આંધળા જેવો.

અખીયેં મેં ડિઇ વિઞણું-(‚રૂઢિ.) ઠગી જવું.

અખીયેં પોંણુ-નજરમાં હોવું કે આવવું.

અખીયેંજા સોં-આંખોના સમ.

અખીયેંમેં ઓતારા ડીંણાં-(‚રૂઢિ.) અતિ વ્હાલ દર્શાવવું.

અખીયેં આડા હથ ડીંણાં-અતિશય શરમાવવું.

અખીયેં પટા બધણા/હુંણા-(‚રૂઢિ.) સત્ય-અસત્યનું ભાન હોવું.

અખીયેં પાણી અચણાં-અત્યંત દુ:ખ થવું.

અખીયેં આડા કન કેંણાં-(‚રૂઢિ.) ધ્યાન પર ન લેવું.

અખીયેં રત અચણું-(‚રૂઢિ.) સહન શક્તિની હદ આવવી.

અખીયેં પાણી અચણા-સખત મહેનત કરવી.(૨) બહુ જ ખુશ થવું.

અખીયુંકામું -શીતલા માતાને આંખો ‘નેણ’ જેવું ચઢાવવાતું  પ્રતીક.

અખીયું ઘુમાયણીયું-(‚રૂઢિ.) અકળવકળ થઈ જવું.

અખીયું ટિપટિપાયણીયું-હેરતથી જોવું.

અખીયું ટોય ન્યારણું-એકીટસે જોવું.

અખીયું મીંચે મંઢાણું-કાર્ય પાછળ સતત મંડ્યા રહેવું.

અખીયું પટતેં ખોડ઼ે છડણીયું-(‚રૂઢિ.) શરમથી નીચે જોઈ રહેવું.

અખીયું મીંચે ડિના વિઞણું-નિશ્ચિંત થઈ ચાલ્યા જવું.

અખીયેં અગ઼ીયા/સામે-પ્રત્યક્ષ હાજરીમાં.

અખીયેંમેં ધૂડ઼ વિજણી-(‚રૂઢિ.) છેતરવું.

અખીયેં મિંજા આઞણજી ચોરઈ કેંણી-(‚રૂઢિ.) ખૂબજ સીફતપૂર્વક કામ કરવું.

આ સંદર્ભે કેટલીક કહેવતોનો સહારો લઈએ તો.

અખતાં વિઈ પણ ભિઞણ પ વ્યા“-બેશરમીની હદ વટાવી જવી.

અખ ફુટઈ ખમાજે પ ઉથઈ નં ખમાજે“-આંખ જતી રહે તેનાથી દુઃખવાનું દર્દ ખમાતું ન હોય.

અખ બૂચાંણી ત ધુનિયા લૂંટાણી”-રૂઢિ.) (પોતે) મરી ગયા પછી દુનિયા બેહાલ થઈ ગઈ.

વળી, આ “અખ” શબ્દ પર ઘણા કિસ્સા પણ જોવા મળે છે. જેને કચ્છીભાષામાં “ઓઠો” કહે છે. અને આવા “ઓઠા”માં લોકસાહિત્યકાર શરીર વિજ્ઞાની તરીકે જોવા મળે છે. તે કહે છે કે, અખ વિઞાણ આઞણી, મોં વિઞાણ મોયડ઼ો, નેં નક વિઞાણ નાસૂર. આંખને આંજણીનું દર્દ તેના રૂપને બગાડી નાખે છે, તો મોઢાના રૂપને ખીલ બગાડી નાખે છે ત્યારે નાકના રૂપને નાસૂર નામનો દર્દ બગાડી નાખે છે. આંખની ઓછી-વધુ દ્રષ્ટિ (નજર)ને “મીટ” કહે છે. આંખના કેટલા બધા શબ્દ અને શ્બ્દપ્રયોગોનો ઉલ્લેખ થયો પણ તેનાથી વધુ રહી જવા પામ્યા હોય એમ પણ બને.

        આંખથી ભલે બધું દેખાતું હોય છતાં શબ્દાર્થને તો મનથી જ જોઈ/જાણી શકાય છે.

ભાષારૂપી આકાશગંગામાં શબ્દએ ઝળહળતા તારા જેવો છે.

સજણ અજીજ વાચક ભાવર…આજે આપણે સમાનાર્થી શબ્દોને જોઇશું. જેનો કચ્છીભાષામાં ઘણો જ વિસ્તાર જોવા મળે છે. શબ્દજો સંજીરો તો કેલિડોસ્કોપ જેવો છે, જેમ તેમાં અનેક રંગીન ભૌમિતિક આકૃતિઓ રચાતી જોવા મળે છે તેમ  સંજીરામાંથી નીકળેલા અને નીવળેલા શબ્દોના અનેક રંગીન અર્થભેદો દશ્યમાન થાય છે.

                આપણે જે બોલીએ છીએ એનું એકમ શબ્દ છે. આપણી વર્ણમાલામાં સ્વર અને વ્યંજન બંને છે. સ્વર કોઈની પણ મદદ વિના બોલી શકાય છે, જ્યારે વ્યંજનો સ્વતંત્ર રીતે ઉચારાતા નથી. વ્યંજનો સ્વરના આધારે જ બોલી શકાય છે. એટલે દરેક સ્વર એક અક્ષર છે. સ્વરને આધારે એક કે વધુ વ્યંજન બોલાય છે તે સ્વર-વ્યંજન મળીને એક જ અક્ષર-શ્રુતિ-છે. આ શ્રુતુ શબ્દ પરથી કચ્છીભાષામાં ‘સો, ‘સુયો, ‘સુણાણું’સાંભળ્યુંના પર્યાયરૂપે શબ્દો આવ્યા હોય એમ માની શકાય, સંસ્કૃત સાથે કચ્છીભાષાનો આ નાડનો સંબંધ રહ્યો છે.

                આજે અહીં આપણે કેટલાક સમાનાર્થી શબ્દો અને તેનું અર્થ ઊડાંણ જોઈશું. પ્રથમ ‘ખડકી’ ના સમાનાર્થી શબ્દોને જોઈશું. જે દુહામાં આલેખાયેલા છે.

ખડકી (દુહો)

ખડકી ગડ઼ખી, ગોંખલો, ધરી, બિટો, કબાટ,

આરીઓ, સંજીરો મિડૅ, નિંઢા વડા અઇં ઘાટ.

                ઉપરોક્ત દુહાનો ‘ખડકી’શબ્દ સંભવત સંસ્કૃત ‘ખડક્કી’ શબ્દ પરથી કચ્છીભાષામાં આવ્યાનું માની શકાય. પણ સંસ્કૃતમાં તેનો અર્થ ”ઘર આગળ બાંધેલી બારણાવાળી જગ્યા.” થાય છે. પણ આપણેતો દીવાલમાં રાખેલા ગોંખલાને “ખડકી” કહીએ છીએ. શબ્દો જેમ તત્સમમાંથી તદ્દભવ થઈ અન્ય ભાષામાં આવતા હોય છે તેમ ઘણીવેળા શબ્દો સાથે અર્થચિત્રો પણ બદલાતા હોય છે. અહીં પણ એમ થવા પામ્યું છે. ઘરની અંદરની દિવાલોમાં કંઈપણ વસ્તુ રાખવા માટે બનાવવામાં આવતી દરવાજા યુક્ત રચના. જેના પર્યાયવાચી શબ્દ ઉરોક્ત દુહામાં આલેખાયેલા છે.

                આ ‘ગડખી’ દ્દેશ્ય શબ્દ હોવાનું માની શકાય લોકસમુદાયે વર્ણસામિપ્યને સ્વીકારી લીધું છે. એટલે વર્ણમાલામાં ‘ખ’ પછી આવતો ‘ગ’એમને કોઠે પડી ગયેલો દેખાય છે. તો ‘ગોંખલો’શબ્દ પણ સંસ્કૃતના ‘ગવાક્ષ’શબ્દ પરથી ‘ગોખ’ અને કાળક્રમે ‘ગોંખલુ’ થઈને  આવ્યાનું કહી શકાય. કચ્છીભાષામાં ‘ગોંખ’ કે  ‘ગોંખલો છૂટથી બોલાય છે.

                દુહાના દ્વિતિય ચરણનો ‘ધરી’  શબ્દ પણ “ધરવું”, “રાખવું” જેવા ‚રૂપવિધાન સાથે સંસ્કૃતના ‘ધૃ’ પરથી તેનું આગમન થયાનું ચોક્કસ કહી શકાય. આ જ ચરણનો આગળનો શબ્દ ‘બિટો’એ યુગ્મ, જોડકું ‘દ્વિત્વ’અંકને બતાવે છે. પણ તેનું ભાષામાં ક્યાંથી આગમન થયું તે કહેવું જરા મુશ્કેલ છે. જ્યારે ‘કબાટ’ શબ્દ સંસ્કૃત ‘કપાટ’ અને અંગ્રેજી ‘કપબોર્ડ’ પરથી આવ્યાનું નકારી શકાય નહીં. તો દુહાના ત્રીજા ચરણનો ‘આરિયો’ શબ્દ દેશ્ય હોવું જોઈએ. જે  ‘બિટો-આરિયો’  એમ સંયુક્ત રીતે પ્રચલિત છે.

                પછીનો ‘સંજીરો’ શબ્દ અગાઉના પ્રકરણમાં આપણે તેના અર્થ અને તેની બનાવટ વિશે માહિતગાર થયા છીએ. એટલે અહીં તેનો પુન:ઉલ્લેખ અસ્થાને ગણાશે.

                દુહાના ચોથા ચરણમાં રચનાકાર પોતે કહે છે કે, આ બધા સાંપ્રત સમયાનુસાર જોઈએ તો તેને ‘કબાટ’તરીકે મૂલવી શકાય. અને એમ કહી શકાય કે ઉપરોક્ત બધા કબાટના નાના મોટા સ્વરૂપો છે. તે સ્વીકારવું જ રહ્યું. 

                હવે નીચેના દુહામાં ‘છટાણું’શબ્દના પર્યાયવાચી શબ્દો અને તેના અર્થને આપણે જોઈએ.                        

છટાણું (દુહો)

છટાણું, મૅલો, ગંધો, કિનું, લિગરો, કિછરો જાણ,

અઇં સૂગ઼ ચડ઼ે ઍડ઼ે અરથમેં, સમાન મિડ઼ૅ પિરમાણ.

                અહીં મૂળ શબ્દના પર્યાવાચી શબ્દો આપેલા જ છે. અને દરેક શબ્દ પર થતી ચર્ચા આપણા શબ્દજ્ઞાનમાં વધારો કરશે એ હેતુથી આ દુહાના ‘છટાણું’ શબ્દને લઈએ તો આ શબ્દ ગંધ કે દૂર્ગંધ‚અને પ્રદાર્થના દેખાવ પરથી આવ્યાનું અનુમાન લગાવી શકાય. જોકે તેને બીજી રીતે દેશ્ય શબ્દ કહી શકાય કે નહીં? એ વિચારવા જેવું ખરું.

                પછીનો ‘મૅલો’ શબ્દ પણ સંસ્કૃતભાષાના ‘મલિન’ શબ્દ પરથી ઉતરી આવ્યું છે. અહીં  ‘મૅલો’માં ‘મે’ નો ઉચ્ચાર વિવૃત થાય છે. અને ‘ગંધો’શબ્દ જે ફારસીભાષાના ‘ગંદ’ પરથી આવ્યું છે. અહીં અન્ય શબ્દોની જેમ ‘દ’નો ‘ધ’ થયાનું જોવા મળે છે. આપણે અગાઉના ઘણા પ્રકરણોમાં જોઈ ગયા પણ ! સંસ્કૃત ભાષામાનું ‘ગંધ’શબ્દ દુર્ગંધ કે દુર્ગંધયુક્ત હોય તેવું દાગ,ધાબું વગેરે દર્શાવતું કચ્છીભાષામાં પ્રચલિત થયાનું હોઈ શકે. અહીં આ શબ્દ સમાન ઉચ્ચાર અને સમાન અર્થ સાથે કચ્છીભાષામાં પ્રચલિત છે. તો તેને આપણે તદ્દભવ શબ્દ માની લઇએ. સસ્કૃતભાષામાં તેના અન્ય બીજા ઘણા અર્થ થાય છે. પણ કચ્છીભાષામાં તેના પર્યાયરૂપે શબ્દો ન હોવાથી તેનો ઉલ્લેખ ગૌણ ગણી શકાય.

                પછીના ‘લિગરો’ શબ્દ જોઈએ તો, તેના અન્ય બીજા ઘણા અર્થ થાય છે. દા.ત. લગરવગર, વાત કરતાં મૂકે નહીં એવો. વગેરે… કચ્છી ભાષામાં આ શબ્દ અનેકાર્થી શબ્દ તરીકે જોવા મળે છે. એટલે ‘ભાષારૂપી આકાશગંગામાં શબ્દએ ઝળહળતા તારા જેવો છે.’

                આ બધા શબ્દોના પ્રમાણરૂપ સર્જકે દુહાની બીજી પંક્તિ એટલે કે, ત્રીજા અને ચોથા ચરણમાં તેનું પ્રમાણ આપી ઉપરોકત બધા  શબ્દોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે.

                કચ્છીભાષાના વાચન-લેખન અને સાહિત્ય પ્રિતી અંગે વારંવાર ચિંતા સેવાય છે. પરંતુ જો ઉગતી પેઢી સાથે ઉચિત પદ્ધતિથી આયોજન પૂર્વક સંવાદ સાધી શકાય તો અનેક આશાસ્પદ સાહિત્યકારો તૈયાર થઈ શકે. હરકોઈ સાહિત્યિક રીતે કે વ્યક્તિગત રીતે આ બાબત વિચારે અને નિષ્ઠાથી કામ કરે તો કચ્છીભાષાને ભાષાનો દરજ્જો મળે એ વાત હાથવેંતમાં છે એમ કહેવું જરા પણ અતિશ્યોક્તિ નથી.

એકાક્ષરી ‘વાં’ અને ‘હાં’ શબ્દોનો વિસ્તારિત અર્થ વિસ્તાર.

પ્રિય વાચક મહોદય…આજે શબ્દના સંજીરામાં આપણે એકાક્ષરી શબ્દોને માણીશું. અહીં આપણે બે એકાક્ષરી શબ્દોને લઇને આજની મહેફીલમાં શબ્દના અનેકઅર્થ અને અનેક સ્વરૂપોના મર્મને મમળાવશું. અહીં એક દોહામાં ‘વાં’ શબ્દના અને એક દોહામાં અને ‘હાં’શબ્દને લઈ સર્જકે બે ભેથમાં પ્રયોજાયેલ છે. તો ચાલો આપણે…તેને ‘નીર ક્ષીર ન્યાયે’જોઇએ.

પ્રથમ આપણે ‘વાં’ શબ્દને લઈએ છીએ જે એક દુહામાં આલેખાયેલું છે.

‘વાં’ (દુહો)

વાંઆથમણુંઅરથમેં, વાંયલે ભરજો સાર,

વાં તાં ચેં ડિસ વાંયલી, નેહોઉંઅરથ ઉજાર.

                મિત્રો અહીં ‘વાં’ શબ્દ પશ્ચિમ તરફનું કે પશ્ચિમ દિશા તરફનો સૂચક અર્થ બતાવે છે. આ શબ્દ દેશ્ય હોવાનું માની શકાય. એક તર્ક મૂજબ વર્ષ દરમિયાન વધારે પડતો પવન-હવા (વા) પશ્ચિમ તરફથી લાગતો હોવાથી ખેડૂતે તેને દિશાસૂચક બનાવી દીધો હોય એમ માની શકાય. અને લોકબોલીઓમાં અનુનાશિક ઉચ્ચારણો સ્વભાવિક રીતે બહુ આવી જતાં હોય છે. ત્યારે અહીં પણ એમ થયાનું માની લેતાં આપણા તર્કને સાચું માની લઈએ. કારણ કે જગતના તાતને રાત-દિવસ પવનથી નજીકનો સંબંધ રહ્યો છે. એટલે આ શબ્દ આવ્યાનું તર્ક કરી શકાય પણ! તમે જ્યારે કોઈ નિર્ણય કે ફેંસલા તરફ ડગ માંડો છો ત્યારે કોઈ તર્કને સાચું માની લેવાય નહીં એ પણ જોવાનું રહ્યું.

                આ શબ્દના દિશાસૂચક અનેક સ્વરૂપો કચ્છ પ્રદેશમાં જોવા મળે છે, જેમકે; ‘વાંઊં’, ‘વાઇંયા’, ‘વાંઇં’ ‘વાંયલો, વગેરે કચ્છમાં ખેડૂ અને માલધારીઓમાં આ શબ્દો છૂટથી વપરાતા જોવા મળે છે. તો પૂર્વ અને પશ્ચિમ દિશા સૂચવવા માટે ‘વાઉંપાઉં’ કે ‘વાંઇંપાઇં’ જેવો પ્રયોગ થાય છે. પણ ક્યારેક તે માપના પર્યાય તરીકે પણ વપરાતો. દા.ત. ‘વાઉંપાઉં ૫૦ ડાફ અને ઉત્તરડખણ ૪૦ ડાફ (ડાફ-માણસના સ્વભાવિક ચાલવાથી બે પગ વચ્ચેનો અંતર) આય. આમ તે ક્યાંક માપના પર્યાય તરીકે પણ જોવા મળેછે. વળી, ક્યારેકતો લોકો બીજા અર્થમાં પણ પ્રયોજતાં હોય છે જેમકે, ‘વાંઇંપાઇં’-એટલે આડી અવડી (વ્યક્તિમાં ચાલાકી, દગો કે રમત કરવાની વૃત્તિ) દા.ત. ‘ઇન જિતરી વાંઇપાંઇ’ તૉમે નાંય.’ જેવા વાક્યપ્રયોગમાં છૂટથી વપરાતો જોવા મળે છે. દોહાનાં ત્રણે ચરણોમાં આ વાત-અર્થના આલેખનનું સ્તુત્ય પ્રયાસ થયો છે.

તો ચોથા ચરણમાં ‘વાં’ શબ્દ ‘હોઉં’ જેવા અર્થને ઉજાગર કરે છે. દા.ત. ‘આઉં ઉતે વાં’-હું ત્યાં હોઉં.’ કર્તાની પ્રત્યક્ષ હાજરી દર્શાવતો આ શબ્દ કચ્છ પ્રદેશના જનસમૂહમાં છૂટથી વપરાય છે.

                હવે આપણે બે ભેથમાં ‘હાં’ શબ્દના અર્થવિસ્તારને જોઈએ.

‘હાં’ (ભેથ)

૧.           હાં હોંકારો અરથમેં, સુયો તેંજો હૂંકાર,

                હાં ચોંધે લે-ગિન વરી, ઍ઼ડો અરથજો સાર;

                હાં જો અઞા ઉચ્ચાર, રાસ-ગુરબા ગેંધે વરી.

૨.           હાં સુરાવટ સંગીતજી, આલાપમેં વપરાસ,

                હાં ‘હાંહાં’ દ્વિર્ભાવ મેં, નાં નાં જે અર્થાય;

                હિક઼ડી ચોખ આય, ‘હાંહાં’ પૉઢણું બારજો.

                ઉપરોક્ત બંને ભેથમાં એકાક્ષરી ‘હાં’ શબ્દ ભાષામાં તેના અનેક સ્વરૂપો સાથે આલેખાયું છે. ભેથના પહેલી પંક્તિમાં ‘હાં’ એટલે સાંભળ્યું તેના પ્રતિઉત્તર‚રૂપે અપાતો કે મળતો હૂંકારો જેવા અર્થને ફલિત કરે છે. જ્યારે બીજી પંક્તિમાં તે શબ્દ કોઈ વસ્તુની આપ-લેની થતી ક્રિયાને ઉજાગર કરે છે. અને તેનાથી થતી ક્રિયાની સાથે જોળાયેલું છે.

તો ભેથની ત્રીજી પંક્તિમાં રાસ કે ગરબા ગાતી વખતે તેના લયયુક્ત સંગીતની સુરાવલીઓ મેળવવા તે પ્રયોજાય છે.

                અહીં બીજા ભેથમાં પણ તે સંગીતમાં આલાપ માટે કે અન્ય વાદ્યની સંગતના પૂરક સાથ માટે પણ વપરાય છે. જેનો ઉદ્ભવ લોકમાનસનું હૈયું કે નાભીમાંથી નીકળતી ભાવાત્મક ઊર્મિઓે આ શબ્દનો પ્રાણ હોવાનું માની શકાય છે.  વળી, તે દ્વિર્ભાવમાં પ્રયોજતાં નકારાત્મક એટલે ’નાં..નાં’ ના અર્થમાં પણ પ્રચલિત છે.  જેમકે; ‘હાં..હાં હીં મ કર’-ના ના, આમ ન કર. એવો નકારાત્મક અભિગમ ધરાવતો અર્થનો વિસ્તાર અહીં ઘણો વિસ્તરેલો જણાય છે. અને ભેથના છેલ્લી પંક્તિમાં સર્જક એમ પણ કહે છે કે; અહીં હું એક ચોખવટ કરી દઉં કે; ‘હાંહાં’ એટલે નાના બાળક માટે તે ઊંઘના પર્યાય તરીકે વપરાય છે. જે બાળભાષામાં ‘હાંહાં કેંણું’-એટલે ‘ઉંઘવું’ જેવો અર્થ પ્રગટ કરે છે.

                કચ્છની પ્રધાનભાષા બેશક અન્ય કેટલીક ભાષાઓની જેમ માત્ર લોકવ્યવહારની જ ભાષા હોવાના કારણે પારિભાષિક દષ્ટિએ હજી બોલી તરીકે જ ગણાઈ છે. આમ છતાં કચ્છમાં કેટલીક કોમો બહારથી આવી ને વસવાટ કર્યો છે. મુખ્યત્વે તે ગુજરાતીમાં વ્યવહાર કરતી હોઈ તેથી તેમની કચ્છીમાં ગુજરાતીની અસર જોવા મળે છે અને કચ્છીમાં ગુજરાતીની અસર જોવા મળે છે. પણ માલધારી કે પશુપાલક પ્રજાની પાસે શબ્દ પ્રયોગની દષ્ટિએ કચ્છીભાષાના તળપદા શબ્દો મળે છે. જે જાહેરમાં બોલાતી કચ્છીભાષાથી ભિન્ન લાગતી હોય છે . જ્યારે ભાષામાં ઉચ્ચારણ તેમજ શબ્દ પ્રયોગની રીતે તેના કેટલાક ભેદ પણ મળે. પણ! સામાન્ય દષ્ટિએ સિંધની સરહદે શબ્દપ્રયોગમાં સિંધીભાષાની ઓછીવત્તી અસર પણ જોવા મળે છે. 

                કચ્છી અને સિંધી એક કુળની છે. એમાં સિંધી મૂળભાષા છે કે; કચ્છી, અને કઈ કેમાંથી નિષ્પન્ન થઈ એ કહેવું સરળ નથી.

‘ડાખલો’ શબ્દના કેટલાક દાખલા :

પ્રિય વાચક…આજે અહીં આપણે ‘શબ્દજો સંજીરો’ ના માધ્યમથી કચ્છીભાષાના એકાક્ષરી શબ્દો પર સ્ટેથોસ્કોપ મૂકીશુ. સ્ટેથોસ્કોપ એટલા માટે કે શ્બ્દમાં વેદના, દર્દ, પીડા, ભય, ગમ, ખુશી, સમાયેલી હોય છે. અને શબ્દના માધ્યમથી આપણને અનુભૂતિગમ્ય અહેશાસ થતો હોય છે. એટલે શબ્દના હાર્દ અને તેનાથી ઉદ્ભવતા અનેક અર્થના વિશાળ ફલકને તપાસવા કોઈને પણ એક કુશળ  નાડ પારખુ  બનવું પડે તો જ તે શક્ય બને છે.

                આજે સંજીરોમાંથી એક ‘ડાખલો’શબ્દ જે દુહા સ્વરૂપે આલેખાયું છે. તેના અનેકાર્થી અર્થને જોઈશું. તો આવો આપણે જોઇએ. ‘ડાખલો’ શબ્દ અને તેના અર્થભાવને….

ડાખલો : (દુહો)

ડાખલો, ઑઠો, ઉદાહરણ, સિરવાડો, ગુણાકાર,

ડાખલો,સર્ટિફિકેટ, અરથમેં, સચ્ચાઇજો આધાર.

                અહીં ‘ડાખલો’ શબ્દ મૂળ અરબી ભાષાના ‘દાખિલહ’માંથી આવેલો જણાય છે. અગાઉના કેટલાક પ્રકરણોમાં આપણે જોયું કે;  કચ્છીભાષામાં ‘દ નો ‘ધ’ બોલાય છે. અને ‘દ’નો ‘ડ’ પણ બોલાય છે.  દા.ત. દક્ષિણા-ડખણા, દંડ-ડન, દાતણ-ડનણ. વગેરેમાં અહીં પણ એમ જ થયું  છે.  અને તે ઉદાહરણ, દ્ષ્ટાંટ જેવા અર્થ ને સ્પષ્ટ કરે છે. જ્યારે અન્ય અર્થમાં તે  ગણનાના  પ્રકારોમાં કોઇ  પણ એક પ્રકાર એટલેકે ગુણાકાર, સરવાડો કે ભાગાકાર જેવા અર્થ સૂચવે છે. વળી, ‘ડાખલો’ નો સમાનાર્થી શબ્દ રચનાકારે દુહાના બીજા ચરણમાં ‘ડાખલો’ એટલે હિસાબમાં અમુક રીતિએ  થતી ગણનાના પ્રકારોમાં કોઇ પણ એક પ્રકાર કહ્યો છે.  જ્યારે અહીં સરવાળોનો  ‘સિરવાળો’ થયું છે.  ગુજરાતીમાંથી આવેલા ઘણા પ્રાકૃત શબ્દોને પ્રથમાક્ષરે કચ્છીભાષમાં કોમળ ‘ઇ’ લાગે છે.  જેમકે;  સરપંચ-સિરપંચ, સરકાર-સિરકાર, સરદાર-સિરદાર. અહીં  પણ એમ જ થયાનું  જણાય  છે.  જ્યારે ગુણાકરમાં ગુજરાતીમાં બોલાતો પૂર્ણ હસ્વ ‘ઉ’ કચ્છીભાષામાં તેનાથી કોમળ ઉચ્ચારાય છે-બોલાય છે.

                અપવાદ સ્વરૂપ કેટલાક શબ્દોને બાદ કરતાતે કુત્તો-કુતો, કુદરત-કુધરત, કુભાવ-કુભાવ, કુરાન-કુરાન વગેરે….જ્યારે દુહાની બીજી પંક્તિમાં ‘ડખલો’ એટલે લેખિત પુરાવો, મંજૂરીપત્ર, કે સર્ટીફિકેટ-પ્રમાણપત્ર જેવા અર્થ સ્પષ્ટ કરે છે.  રચનાકારે દુહાના ચોથા ચરણમાં તેનો ખુલાસો કરતાં ‘સચ્ચાઇજો આધાર’કહ્યું છે.  જે સનાતન સત્ય જણાય છે.

                હવે તેની ક્રિયાથી થતાં અર્થને જોઇએ તો,  ઉપરોક્ત ચર્ચા પ્રમાણભૂત માની શકાય. દા.ત. ‘ડાખલો ડીંણુ-દષ્ટાંટ કે ઉદાહરણ આપવો. સમાન ઘટનાને અનુરૂપ્ અન્ય બંધ બેસતી વાત કહેવી. (૨) સંખ્યાને અન્ય સંખ્યા સાથે ઓછી-વત્તી કે ભાગ પાડતી ગણના કરવા કહેવું.  ‘ડાખલો કઢાયણું-પુરાવાનો પ્રમાણપત્ર મેળવવો.  ‘ડાખલો વ્યારણુ’-બીજાને નસિયત મળે તેમ કરવું. ઉદાહરણરૂપ કરવું. ‘ડાખલો ગિનણું-કોઇનો આદર્શ સ્વીકારવો. (૨) ધડો લેવો, બોધપાઠ લેવો. (૩) મંજૂરી કે પ્રમાણપત્ર લેવો. જેવા અર્થ સ્પષ્ટ કરે છે.  

આમ છતાં ક્યારેક  થતી વાતચીત્ત પર અનેક અર્થની છાયા લાગતી હોય છે.  જેનાથી તેનો અર્થભાવ બદલતો હોય છે. એટલે આ ‘ડાખલો’ શબ્દનું પણ એમ જ માનવું. ઉરોક્ત શબ્દોના અર્થની વિશાળ વ્યાપકતા અને તેની ભાવાનુભૂતિને કાવ્યમાં સમાવી લેખકે શબ્દને ધોઇ ઊજળા કર્યા છે.

                કચ્છીભાષામાં ‘ઑઠો’દ્ષ્ટાંટ કે ટુચકા ના અર્થમાં આપણે જોયું. પણ! તેના બીજા અનેક અર્થ પણ થાય છે. જે આ દુહાથી સાબિત થાય છે.

ઑઠો (દુહો)

ઑઠોકિસ્સો, ઉદાહરણ, ચિઠો, ભઠો, નિશાન,

ઑઠો જાધાસરીલા, રખેલો કીંક નિશાન.

                જોયું ને…અહીં ‘ઑઠો’ અન્ય કેટકેટલા ભિન્નભિન્ન અર્થ લઇને આલેખાયે લું  છે.  આમ શબ્દને સૂર્ય કહી શકાય કારણ કે; તેના અર્થરૂપી અસંખ્ય કિરણો ભાષાની ભૂમિને પ્રકાશિત કરે છે. અને એટલે જ કવિએ કહ્યું છે કે;

ઘટમેં શબ્દ કે ઘૂંટ્યો ત અજાઈ આવઇ સુરમ,

માણઇ ઇન કે મોજસેં, ત-મિટ્યા ડઇજા ભરમ.

                શબ્દથી માયારૂપી ભ્રમ મટવાની વાત અહીં આલેખાઈ છે. ત્યારે ‘ઑઠો’ એકવચન તરીકે આલેખાયું છે. અને  બહુવચમાં તેને ‘ઑઠા’ કહે છે.  લોકભાષાનો આ શબ્દ દેશ્ય હોવાનું માની શકાય.

                વળી, તે ‘ઉદાહરણ’નું ટૂંકુંરૂપ હોવાનું પણ નકારી શકાય  નહીં. અને તે ઉચ્ચારિત સ્વરૂપે જોતાં ‘ઑઠો’માં ‘ઓ’ નો ‘ઑ’ (વિવૃત્ત) બોલાય છે. આવુ‘ વિવૃત સ્વરૂપ કચ્છીભાષામાં ઘણું જોવા મળે છે. ‘ઑઠો નો સમાનાર્થી શબ્દ ‘ટુસ્કો’ પણ લોકભાષામાં બહુજ પ્રચલિત છે.

                દોહાના બીજા ચરણમાં ’ચિઠો’ શબ્દ ‘ચિઠ’ તરીકે પણ પ્રયોજાય છે. જે ’ભાઠું’ કે ‘દાગ’ જેવા અર્થમાં પ્રચલિત છે. આ શબ્દ પણ દેશ્ય હોવાનું માની શકાય.

                પછીનો શબ્દ ‘ભઠો’ જે પ્રાકૃત ‘ભાઠું’માંથી આવ્યાનું જાણવા મળે છે.  અને તે નિશાન પણ તે જ અતર્થમાં એટલે કે ‘દાગ’ જેવા કે દાગના નિશાન જેવા અર્થ ફલિત કરે છે. વળી, ‘ઓઠો’ એટલે યાદાસ્ત માટે રાખેલી કંઇક નિશાની કે વસ્તુ , અથવા તે જગ્યા કે ઠેકાણું.

                કવિતાની ઉત્પતિ રચનારની ઈચ્છાને આધીન છે. પણ! વાસ્તવિક રીતે કવિતા સ્વયંભૂ અને સ્વછંદ છે. કવિતા મનને  આનંદ આપે છે. એ સત્ય છે, પણ! આનંદ જેવું કંઇ ઉત્પન્ન કરવું એ કવિનું કામ છે. એ લક્ષણથી કવિતા કૃત્રિમ અને પરતંત્ર સ્વરૂપે છે એમ માની લેવું યોગ્ય છે કે અયોગ્ય છે? એ સહુ સહુની બુદ્ધિ પર આધાર રાખે છે એટલે એમ કહીએ તો ચાલે કે પરમ આનંદ આપે એવું જે લખાણમાં અનુભવાય કે ઘણું હોય તે ‘કવિ’ માની શકાય.

લાલજી મેવાડા ‘સ્વપ્ન’

ગજિયો મૂંજો જૉર જલાણું, જલાણેતી જૂલીયાં ઃ

લોકગીતો એ લોકહૃદયના ઊર્મિઓની સતત વહેતી સરિતા છે. એટલે તેના પ્રવાહો લોકમાનસની સંવેદનાથી ધબકતા હોય છે. લોકસંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાઓનું એક પાસું સમાજમાં મહત્ત્વનું રહ્યું છે. જ્યારે લોકજીવનના અનેક પીંછયા અને વણપીંછ્યા પાસાઓ પર લોકગીતો પ્રકાશ પાડે છે. નારી હૃદયની ઉત્કષ્ઠ ભાવનાની સીમાપારની અભિવ્યક્તિ તેમાં રજૂ થતી હોય છે. નિર્મળપ્રેમનું નિરૂપણ ‘ખાયણા’ના ગીતો, ’ટપ્પાના ગીતો અને ’ગજિયો’ જેવા ગીતોથી વ્યક્ત થતે હોય છે. એમ કચ્છી લોકસાહિતનાં ઉંડા અભ્યાસુ દીનેશ એમ. જોશી નોંધે છે.

        મિત્રો….આજે અહીં મારે શબ્દના જીરામાંથી ‘ગજિયો’ શબ્દ અને તેના ભાવાત્મક અભિગમની વાત કહેવી છે. પણ! તેથી પહેલા ગજિયા ગીતની બે-ચાર પંક્તિઓ અહીં મૂકવાની અદમ્ય ઈચ્છાને રોકી શકતો નથી.

ગજિયો મૂંજો જૉર જલાણું,  (૨) જલાણેમેં જૂલેયાં…ભેંણ ગજિયો તી ગાઇયાં…

સવા બ સેરજા કડલા મૂંજા, (૨) પગેંમેં તી પાઇયાં…. ભેંણ ગજિયો તી ગાઇયાં…

મિત્રો…આ ગીતને કચ્છ પ્રદેશના લોકમાનસે ‘શ્રમગીત’ તરીકે સ્વીકારી લીધું છે. નાયિકા ગજિયો (સીમેન્ટનોબ્લોક કે લંબચોરસ ઘાટ આપેલો પથ્થર) ઉપાડતી વખતે આ ગીત ગાતી હોય છે. અથવા ભરત ભરતાં કે અન્ય કામ કરતાં નાયિકા (સ્ત્રી) ગાતી હોય છે. એવું જનમાનસ કહે છે.

        ગીત માનવ હૃદયની ઉત્કટ ભાવના વ્યક્ત કરવાનું હાથવગું સાધન છે. ભાષાની શોધ થયા  બાદ સૌ પ્રથમ પોતાની ઉર્મિઓને વાચા આપવા અનાયાસે માનવીથી ગીતનું સર્જન થયું હશે. ભાવ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે ગીત બને છે. માનવ સંવેદનશીલ પ્રાણી છે. જીવનમાં હર્ષ કે વિષાદની ઘટનાઓ બનતા માનવીનું હૈયું હાથ રહેતું નથી. અને માનવીના જીવનની રાગાત્મક વૃત્તિના કારણે સ્વર અને શબ્દોથી ગીતનું સર્જન થતું હોય છે.

        ઉપરોક્ત ગજિયા ગીતમાં પણ આવું જ એક પાસું છુપાયેલું છે પણ! કચ્છ પ્રદેશની તાસીર અને તેના લોકસાહિત્યથી અજાણ એવા લોકસમૂહએ ઉપરોક્ત વાતને સ્વીકારી લીધી છે. પણ! વાત કંઈ જૂદી જ છે. આ ગીતમાં નારી (નાયિકા)ના નિર્વાક પ્રેમનું નિરૂપણ છે. આ ગજિયો ગીત શ્રમગીત નથી. જેના કેટલાક પાસાથી માહિતગાર થઇએ તો આપણને એ વાત ખરી લાગશે.

આ ગજિયો શબ્દનો અર્થ જોતાં શ્રીદુલેરાય કારાણીજીના કચ્છી શબ્દકોશમાં ગજિયો શબ્દ જ નથી. જ્યારે શ્રી પ્રતાપરાય ત્રિવેદીજીના શબ્દકોશમાં તે ‘ઘડેલા પથ્થરનો ઘાટ’ જેવો અર્થ મળે છે. અને ગુજરાતી સાર્થ જોડણી કોશમાં ‘ગજ’શબ્દના પેટા વિભાગમાં તે ‘ગજના માપ જેટલું કપડું’ એવા અર્થ સ્વરૂપે જોવા મળે છે. તેમજ  ભગવદ્ગોગોમંડલમાં પણ એજ અર્થમાં આલેખાયેલું છે.

ઉપરોક્ત બંને વિદ્વાનોના શબ્દકોશ અને ભગવદ્ગોગોમંડલમાં જોતા ક્યાંય પણ સીમેન્ટનો બ્લોક કે પથ્થરનો ઘડેલો ઘાટ’ એવો ઉલ્લેખ મળતો નથી.

મૂળ આ શબ્દ સંસ્કૃત અને ફારસીભાષાના ‘ગજ’(લંબાઈ માપવાનું ૨૪ તસુનું માપ) પરથી આવ્યું છે. અને સંસ્કૃતભાષામાં તે બીજા અર્થમાં ‘હાથી’ એવો અર્થ સૂચવે છે. જે આ ગીત હાથીની મદમસ્ત ચાલનું સૂચક અર્થ પણ બતાવે છે. અન્ય એક વાત કરીએ તો આ ગીત ‘ડોલન શૈલીનું ગીત છે. જે નાયિકા ગાતાં ગાતાં રમતી હોય છે. અને અન્ય સ્ત્રી સમુદાય પણ તેની સાથે રમવા પોતાની ઈચ્છાને રોકી શક્તો નથી. એ તો ઠીક છે પણ! જે શ્રોતા વર્ગ છે તે પણ આ ગીતની રજૂઆત સમયે ડોલ્યા વિના રહી શક્તો નથી. તો નાયિકા ગજિયો (પથ્થર)ને ઉપાડી કેવી રીતે ચાલી શકે? અથવા અન્ય કામ કરતાં તે કેમ ગાઈ શકે?

આ ગીત કેટલો સમય  પૂર્વે લખાયું હશે એ કહેવું મુશ્કેલ છે પણ! એટલું જરૂર કહી શકાય કે એ જમાનો હાથવણાટથી બનતા કાપડનો હશે. ‘હજી હમણા જ પરણીને આવેલી નવયૌવનાનું યૌવન ભરપૂર ખીલ્યું છે. અને હાથવણાટના કાપડમાંથી બનાવેલા વસ્ત્ર (ચોડી-કબ્જા) વારંવાર ધોતાં ચડી જાય છે. ટૂંકા થઇ જાય છે. અને યૌવનમાં વિકસિત થયેલા પોતાના અંગોને જોઈને પોતે શરમાય છે. વળી, પરદેશ કમાવા ગયેલા પતિના વિરહમાં તેનો જીવ મૂંઝાય છે. એટલે કહ્યું છે કે; ‘ગજિયો મૂંજો જૉર જલાણું’ અહીં ગજિયાને જીવની ઉપમા આપી છે. આ જીવ ‘જલાણું’ એટલે કે વળગણ લાગવું. હે પ્રિયે! તારા નામનો, તારા દર્શનનો મને વળગણ લાગ્યો છે. કચ્છીભાષામાં ‘જલાણું’ એટલે વળગણ લાગવું. દા. ત. ‘હી પીરવારે કંઢે મિંજા જલાણું આય’, એટલે ત્યાંથી તેને (ભૂતપ્રેતનું) વળગણ લાગ્યું છે. અને હે પ્રિયે ! પછી તારા સવા બે સેરના કડલા જોઈ જોઈ મારો જીવ મૂંઝાતાં ઝુલે(હીલોડે ચડે) છે. ‘જલાણેતી જૂલીયાં’ -આમ જલાઈ જવાથી ઝુલું છું. બહેન! (આમ) હું મારા દુઃખને રડું છું.  આ તારા સવા બે સેરના કડલા પગમાં જોઊં છું અને તારી યાદ સતાવે છે. પછી આ કાંબી, આ નથ-નથડી, આ ચૂડલો તારી યાદના દર્દ માટે શું પૂરતા નથી? વારંવાર  તેને પહેરું છુ, ઉતારું છું. 

આમ નાયિકા પોતાના સૌભાગ્યના શણગારના અન્ય નામ લઈ પ્રિયતમને યાદ કરે છે.

આ ગીત પહેલા લખ્યું તેમ ડોલન શૈલીનું હોતા જ્યારે સ્ત્રીઓ રમે છે ત્યારે દેહને એટલી કમનીયતાથી કમાનની જેમ વાળે છે કે; તે પોતાની અંગભંગીનીઓને કાબૂમાં રાખી શક્તી નથી. એટલું તો ઠીક છે પણ જે લોકો સાંભળે છે તે નાના-મોટા ડોલવા માંડે છે કે, ગણગણવા માંડે છે. એનો મતલબ એમ થયો કે, આ ગજિયો જીવ અને નાયિકાના સ્વરૂપે દરેકના હ્ર્દયમાં બિરાજે છે.

        ઉપરોકત વાતને સમર્થન આપતાં આ ગીતની આગળની કડીઓમાં એમ કહેવાયું છે કે,

દેશ-પરદેશજા માડૂ રોંધલ,(૨) નીયાંપા હલાઈયાં….ભેંણ ગજિયોતી ગાઈયાં..

ગજિયો મૂંજી મિઠી રોટી,(૨) પરદેશજીતાં કમાઈ ખોટી…..ભેંણ ગજિયોતી ગાઈયાં…

માનવ સમૂહને આનંદ આપવા ખાતર પ્રયોજાતા લોકગીતોમાં રસ અનાયાસે આવી જવાથી મોરપિચ્છના રંગો સમાન તે દીપી ઉઠે છે. ઉરની ઉત્કષ્ટ ઊર્મિ રેલાવતી કેટલીક પંક્તિઓ રસશાસ્ત્રત્રના નિયમોને અનુસરતી ન હોવા છતાં રસપ્રચૂર છે..

કચ્છી લોકસાહિત્યનું મને હમેશાં આકર્ષણ રહ્યું છે. આવા જ બીજા એક ગીત ‘ગોલાડ઼ો મિઠો’ નું રસાસ્વાદ સંજીરાના માધ્યમથી કરશું.

કાનસ’ અને એકાક્ષરી ‘કૉ’ શબ્દના પારંપરિક અર્થ અને તેની ભાવાભિવ્યક્તિ

મિત્રો…આજે સંજીરામાંથી કચ્છીભાષાના કેટલાક અનેકાર્થી શબ્દોને જોઇશું. જેમાં ‘કાનસ’ અને એકાક્ષરી ‘કૉ’ શબ્દના પારંપરિક અર્થ અને તેની ભાવાભિવ્યક્તિ ને માણીશું. કાવ્યમાં વિશેષ શક્તિએ રહી છે કે, તે અનાયાસે અને અહંકાર રહિત ઉદ્દભવતું હોય છે. એટલે એ રીતે ભાવો કે લાગણીઓના સ્વરૂપો યથાતથ આપણને દર્શાવે છે. અને તે સાથે આપણા જીવનમાં તેની કેટલી અનુભૂતિગમ્ય અસર થાય છે તે પણ અનુભવાય છે.

            જેમ આંખમાં જે જે રંગો આવે તેનો સમન્વય કરીને ચિત્ત તેને વ્યવસ્થિત કરે છે. તેમ કાવ્ય તેમાં જે જે અર્થ આવે તેને તેના રહસ્ય પ્રમાણે વ્યવસ્થિત કરે છે. આમ મનભાવન કાવ્યના સર્જનમાં અર્થ તેના નિશ્ર્ચિત સ્થળે દોરવવામાં પાયાનો જણાય છે.

            કાવ્ય માત્ર ફિલસૂફી નથી. ફિલસૂફીથી વિશેષ છે. અને તેની પદ્ધતિ ફિલસૂફીથી વધારે કાર્યકારી છે. ફિલસૂફી માત્ર તર્કપરંપરાથી  કોઈ ઉચ્ચ સ્થાનનો અંગુલીનિર્દેશન કરે છે. જ્યારે કાવ્ય તો તે સ્થાને આપણને લઈ જઈને મૂકે છે. કાવ્યને વ્યવહારથી અલગ થઈ ભોગવવું જોઈએ, માટે તેને વ્યવહારથી સ્વતંત્ર કહ્યું છે. નિયતીયુક્ત નિયમથી રહિત પણ! જે આત્મા વ્યવહાર જીવનમાં વસે છે. તે જ આત્મા કાવ્યમાં વિલસે છે. માટે જ આપણે કાવ્યને ઉચ્ચ જીવનના સંસ્કારો પાડવાનું પ્રબલમાં પ્રબલ સાધન ગણીએ છીએ.

            જીવનની ન્યૂનતાઓ, પામરતાઓ મનુષ્યને સંપૂર્ણતા તરફ-તેની અંતિમ આત્મસિદ્ધી તરફ લઈ જવો એ કાવ્યની શક્તિ છે. એ તેનો અધિકાર છે, એ તેનું સાફલ્ય છે.

            આજે અહી આપણે અનેકાર્થી શબ્દ બે દુહામાં ‘કાનસ’ અને એકાક્ષરી ‘કૉ’ ને માણીશું. જેમાં પ્રથમ આપણે ‘કાનસ’ ના અર્થને ઘસીને ધારદર બનાવીએ. 

કાનસ (દુહો)

કાનસ, ધાતુ લો કે ઘસે, રુક ટુકર ત્રૅધાર,

કાનસ મેડી મૉલાતજી, મથલી ધાર કિનાર.

            કાનસ એટલે ‘સુથાર, લુહાર, સોની વગેરે કારીગર વર્ગને લોખંડ, સોનુ, ધાતુ ઘસવા માટે વપરાતા સાધન-ઓજાર તરીકે જોવા મળે છે.

            ગુજરાતીમાં તેને ‘અતરડી’ કે ‘અતરડો’ કહે છે જે નાની મોટી કાનસના અર્થમાં પ્રચલિત છે. જે ત્રિકોણાકાર હોય છે. અને કચ્છી અને ગુજરાતીભાષામાં સમાન ઉચ્ચાર અને સમાન અર્થમાં જોવા મળે છે.

            જો કે કાનસના પર્યાય ઓજાર તરીકે ‘રાવત’ નામનું ઓજાર પણ સુથાર, લુહાર અને સોની વપરતા હોય છે. જેને ‘ફાઇલ’ પણ કહે છે. અંગ્રેજીમાંથી આવેલું ‘ફાઇલ’ શબ્દ પણ તેના પ્રર્યાય તરીકે કારીગરોમાં પ્રચલિત થયેલું છે. અને ઘણા લોકો તેને ‘રેતી’ પણ કહે છે જેના નાના-મોટા પ્રકારો માટે ‘રેતડી’ કે ‘રેતડો’ શબ્દ પણ પ્રચલિત છે.

            અહીં ઉપરોક્ત દુહામાં ‘રુક ટુકર ત્રૅ ધાર’ -કહ્યો છે એટલે કે તે પોલાદની બનાવટ હોય છે. અને આ પોલાદ એટલે ‘રુક’-તીખું લોઢું. જેને કચ્છીભાષમાં ‘ખારો લો’ પણ કહે છે. જે તેના રેસા પ્રકારના ત્રાંસા દાંતાથી ઘસવાના કામમાં લેવાતી હોય છે. તેના અન્ય પ્રકારોમાં ‘રીમગોલ ફાઇલ’ કે ‘નીમગોલ ફાઇલ’ તરીકે કારીગર વર્ગમાં જાણીતી છે. તે ઉંદરના પૂછડા જેવી એટલે કે, એક છેડે જાડી અને બીજે છેડે ઝીંણી હોય છે. આ પ્રકારનું અન્ય એક સાધન ખાસ લાકડું ઘસવા માટે વપરાતા સાધન-ઓજાર તરીકે સુથારો વાપરે છે જેને ‘મારફો’ કહે છે. જે લોખંડની સપાટ ચપટી પટ્ટી પર દાંત જેવા તેના દાંતા ઉપસવેલા હોય છે. અહીં આ શબ્દની વ્યુત્પતિ માટે શંસોધન કરતાં કોઈ ઠોસ નિર્ણય પર ન પહોંચાયું એટલે એ નિર્ણય  પર સમાધાન કર્યું કે કદાચ આ દેશ્ય શબ્દ હોવો જોઇએ.

હવે આપણે એકાક્ષરી શબ્દ ‘કૉ’ અને તેના અનેકઅર્થને જોઇએ..

કૉ (દુહો)

કૉ, ચોંધેનેકેમહાં, હકલ સામું હૂંકાર,

કૉ, કૉ કૉ દ્વિર્ભાવ મેં, મોરજો ટોંકો, મલાર.

            ઉપર જણાવેલ દુહામાં ‘કૉ’ શબ્દના અનેકઅર્થને ઉજાગર કરવાનો આયામ સુચારુ રહ્યો છે. અને અહીં “ઑ’ વિવૃત ઉચ્ચારાય છે. તેનો ‘કેમ’ અર્થ થાય છે. દા.ત. ‘કૉ ભા?-કેમ ભાઈ? પણ દુહાના બીજા ચરણમાં રચયિતા કહે છે કે; ‘હકલ સામું હૂંકાર’ કોઈ વ્યક્તિએ બોલાવ્યો અને આપણે જવાબ આપ્યો તે, અહીં સર્જકે વાક્ય પ્રયોગ સાથે મજાવ્યું છે. જે કાબિલ-એ-તારીફ છે. અને ત્રીજા ચરણમાં દ્વિર્ભાવ લઇ (વર્ણને બેવડાવી) તેના અર્થની વ્યાપક્તાને ફેલાવી છે.

            બાળકનું નામ જેમ મોડું પડે તેમ ભાષાને પણ પોતાનું અલગ નામ મોડું મળે. ભાષાનું અલગ વ્યક્તિત્વ બંધાતા અને સ્વીકારાતાં સમય લાગતો હોય છે. આમેય ભાષા એક સતત પરિવર્તનશીલ પદાર્થ છે. એમાં થતાં પરિવર્તનો અત્યંત ધીમાં અને લાંબા સમય પટ પર ફેલાયેલા હોય છે.

            હિન્દની તમામ ભાષાઓએ સંસ્કૃત ભાષાનો આશરો લીધો જ છે. આ બધી ભાષાઓમાં એક-બીજી ભાષાઓના શબ્દનો શંભુમેળો છે. પ્રત્યેક ભાષામાં સંસ્કૃતભાષાના શબ્દો પુષ્કળ પ્રમાણમાં છે, સંસ્કૃતભાષા એક મહાન વટવક્ષ છે. બીજી ભાષાઓ તેની શાખારૂપ છે. અને એટલે જ કહેવાય છે કે;

‘‘ભાષાકો શાખા કહત, સંસ્કૃત કો મૂલ,

મૂલ ધૂલમેં રહત હૈ, શાખામેં ફલ ફૂલ.’’

“સબધ સૉનજી ખાણ”

કચ્છીભાષામેં અનેકાર્થી, પર્યાયવાચી, સમાનાર્થી નેં એકાક્ષરી શબ્દેંજો કાવ્યાત્મક ખજાનું. ઇતરે *”સબધ સૉનજી ખાણ” (સુવર્ણચંદ્રક પ્રાપ્ય-૨૦૦૨. નેં શ્રીમતી તારામતી વિશનજી ગાલા “શ્રેષ્ઠ પુસ્તક” -૨૦૦૪ પારિતોષિક પ્રાપ્ય) અજ઼ જ મઙાયૉ. કિંમત-રૂપિયા ૧૨૦/-(પોસ્ટ ખર્ચ અસાંતેં) સંપર્ક કર્યૉ-લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૩૨૦૩ ૧૩૭૩૧) પેમેન્ટ “ગૂગલ પે” તેં કરે સગ઼ાંધો.

કચ્છીભાષામેં અનેકાર્થી,

કચ્છીભાષામેં અનેકાર્થી, પર્યાયવાચી, સમાનાર્થી નેં એકાક્ષરી શબ્દેંજો કાવ્યાત્મક ખજાનું. ઇતરે *”સબધ સૉનજી ખાણ” (સુવર્ણચંદ્રક પ્રાપ્ય-૨૦૦૨. નેં શ્રીમતી તારામતી વિશનજી ગાલા “શ્રેષ્ઠ પુસ્તક” -૨૦૦૪ પારિતોષિક પ્રાપ્ય) અજ઼ જ મઙાયૉ. કિંમત-રૂપિયા ૧૨૦/-(પોસ્ટ ખર્ચ અસાંતેં) સંપર્ક કર્યૉ-લાલજી મેવાડા “સ્વપ્ન” ૮૩૨૦૩ ૧૩૭૩૧) પેમેન્ટ “ગૂગલ પે” તેં કરે સગ઼ાંધો.

’વર્ણસામિપ્ય અને લયમાધૂર્યની ગતિ ઃ અશ્ર્વની રવાલ ચાલ

જગતના કોઈ પણ ખૂણામાં જાવ. જ્યાં ભલે લેખનકળાનો વિકાસ ન થયો હોય, ત્યાં પણ આપણને લોકસાહિત્ય સ્વરૂપે ગદ્ય-પદ્ય સ્વરૂપો મળી આવવાના જ. ધીરે ધીરે એ પ્રકારો વિકસતા ગયા અને એ લોકસાહિત્ય ગદ્યમાં પણ વહ્યું. સમયાંતરે તે લોકકૃતિ ન રહેતાં શિષ્ટકૃતિ બની ગઇ. ફલશ્રૃતિ સ્વરૂપે જીવાતા જીવનને બળ આપતી રહી. અને તે પૌરૂષભર્યું પ્રરાક્રમી, પ્રશ્ર્નતાપૂર્ણ, પવિત્ર અને પારમાર્થિક જીવન જીવવાની એક આધરાશીલા બની ગઇ.

                મિત્રો ઉપરોક્ત કથનના આધારશિલા‚રૂપ કચ્છીભાષામાં પણ ગદ્યથી પદ્યનું ખેડાણ વધારે જોવા મળે છે. જે પ્રદેશનું લોકસાહિત્ય વિશાળ હોય, તો તે પ્રદેશની મૂળી કે મિલકત કહી શકાય.

                અહીં આજે આપણે કચ્છીભાષાના એકાક્ષરી શબ્દોનું ઉજળિયાત પાસું જોઇશું. ઉપરોક્ત દોહામાં એકાક્ષરી ‘ભીં’ અને ‘ચાહ’ શબ્દોનું આલેખન અને તેના બહુવિધ પાસાઓમાં સૂર્યના પ્રકાશ જેવું અર્થઉજાસ વિસ્તૃત થયેલું છે. તે જોઈએ.

એકાક્ષરી : “ભીં.” (દુહો)

ભીં, ભી઼ડો તીં ભીંસનેં, ભીં ધાબમેં ખાસ,

ભીં, ભ઼ડ, સીંગૂ, ને મ઼ડધ અરથ ઉજાસ.

                ઉપરોક્ત દોહાનો મુકુટમણિ જેવો ‘ભીં’ શબ્દ મૂળ તો સંસ્કૃતભાષાના ‘પિષ્’ શબ્દ પરથી આવ્યાનું જણાય છે. જેનું પ્રાકૃત સ્વરૂપ ‘ભીં’થયાનું ગણી શકાય. તેમજ આ ‘ભીં’શબ્દ તેમાંથી આવ્યાનું નકારી શકાય નહીં. પણ! મહદ્દઅંશે તે સંસ્કૃતમાંથી સીધું આવ્યાનું વધારે આધારભૂત લાગે છે. પ્રાકૃતનો ફેરફાર  કદાચ ફાવ્યો નહીં હોય. અહીં તે ‘દાબવું, દબાણ આપવું જેવા અર્થને ફલિત કરે છે. દોહાના પ્રથમ ચરણમાં જ રચનાકારે તેની ક્રિયા અને સમાનાર્થી શબ્દો આપી. તે ચરણને દેદીપ્તમાન બનાવ્યું છે. અને બીજા ચરણનું ‘ધાબ’ શબ્દ ‘દાબ, ‘દાબવું’ જેવી ક્રિયાને ઉજાગર કરે છે.

                અહીં આપણે ફરી ‘દ’નો ‘ધ’ થતો જોઈએ છીએ. જે આપણે અગાઉના પ્રકરણોમાં તેના કેટલાક ઉદાહરણો જોયા છે.

દોહાના ત્રીજા ચરણમાં ‘ભીં’નો અર્થ બદલાય છે. અહીં ‘ભીં’ એટલે ’મર્દ, સિંહ, શૂરો, શૂરવીર, સીંગુ, વાંગડ વગેરે અર્થથી આ એકાક્ષરી શબ્દની વિશાળતાને પામી શકાય છે. ઉપરોક્ત સંસ્કૃતભાષાના તત્સમ શબ્દો કચ્છીભાષામાં છૂટથી વપરાય છે જ્યારે ‘સીંગુ’ આ શબ્દો શૂરો કે શૂરવીરમાંથી આવ્યાનું માની શકાય.

                હવે આપણે આજના એકાક્ષરી બીજો એકાક્ષરી શબ્દ ‘ચા’ ના અર્થ વિસ્તારને પામવાની ચેષ્ટા આ ભેથ દ્વારા કરીશું.

‘ચા’ (ભેથ)

ચા, ત ‘ચાહ’ તીં ‘ચાહના’, પ્રેમ, હેત તીં પ્યાર,

ચા, સ્વાડ સંગતેં, બેંજે ચડણું સાર,

ત-ઉપજે અરથ ધરાર, ચા, છોંક જે અરથમેં.

                અહીં  ઉપરોક્ત આલેખાયેલા દોહામાં એકાક્ષરી ‘ચા’શબ્દના કેટલાક અર્થથી કચ્છીભાષાનું પોત કેટલું પહોળું છે તે જાણી શકાય છે. મૂળ તે પ્રાકૃત ‘ચાહ’શબ્દનું ટૂંકુ‚રૂપ છે.  પણ! ચાહ તો ચાહવું, પ્રેમ કરવો, જેવા અર્થ નિષ્પન્ન કરે છે. જ્યારે કચ્છીભાષામાં તે અર્થના વિશાળ ફલક સાથે ફેલાયેલું છે. અહીં તે પ્રેમ, હેત, પ્યાર વગેરે સંસ્કૃત શબ્દોની અર્થછાયા સાથે જોવા મળે છે. પણ કચ્છીભાષામાં ‘ચા’એટલે ધૂન હોવી કે લગની હોવી જેવા અર્થ થાય છે. જ્યારે તેના ક્રિયાવાચકરૂપથી “બીજાની સંગતે ચડી જવું.’’  જેવો અર્થ નિષ્પન્ન થાય છે. દા.ત. ઇનજેચા ચ઼ડ્યો આય-એની સંગતે ચડ્યો છે. ‘ચા ચડણું’-પાનો-શૂરાતન ચડવું. જેવા અર્થભાવ સાથે ભાષામાં સ્થાન પામ્યું છે.

                તો ભેથના ત્રીજા ચરણમાં તે ‘શોખ’ ના અર્થમાં જોવા મળે છે. જેના કેટલાક સમાનાર્થી શબ્દો દેશ્ય સ્વરૂપે કચ્છીભાષમાં સ્થાપિત થયેલા છે. જેમકે, છટો, (-આદત) છોંક,(-શોખ)  ધૂન વગેરે.

                અહીં દોહા અને ભેથમાં વર્ણસામિપ્ય અને લયમાધૂર્યની ગતિ અશ્ર્વની રવાલ ચાલ જેવી દેખાય છે,  દુહો અને ભેથ કાવ્યના બંધારણની રીતે જોઇએ તો તે કાવ્યના ઉત્કષ્ઠ નમુના છે. કાવ્યમાં નિરર્થક શબ્દ કે લયમાં ગતિ અવરોધક દોષ ક્યાંય દષ્ટિગોચર થતું નથી.  

                “સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવવો એ કાવ્યનું કામ છે, કાવ્યની શક્તિ છે. કાવ્ય નીતિની દષ્ટિએ પરીક્ષા કરવી જોઈએ એમ નહીં, પણ કાવ્યની સમૃદ્ધિની દૃષ્ટિએ પરીક્ષા કરતાં-પરીક્ષા નહીં પણ કાવ્યનો રસ લેતાં, આનંદ મેળવનાર કાવ્ય રસમાં ઉતરતું લાગતું નથી.”

                કાવ્ય અને નીતિ બન્ને એક જ રહસ્યબિંદુમાંથી પ્રગટ થાય છે. પછી બંને વિરોધી ન જ હોય. એ તો રસનું પોષક છે. એમાં કાવ્યની સમૃદ્ધિ જરા પણ ઓછી નથી. અને એટલે જ કારાણીજી દોઢિયા દુહામાં નોંધે છે કે,

બોલ બોલ મથા કુલભાન થે જો થીએ મન,

જડેં અચે કન, કચ્છ બાર, બોલી કચ્છ જી.