આંખથી ભલે બધું દેખાતું હોય છતાં શબ્દાર્થને તો મનથી જ જોઈ/જાણી શકાય છે.

શબ્દજો સંજીરો’ના માધ્યમથી આપણે ઘણા કચ્છી શબ્દો પર આંખ ફેરવી. આજે આપણે “આંખ” શબ્દ પર અને તેના વાક્યપ્રયોગો, રૂઢિપ્રયોગો અને ક્રિયાપદોને જોઈશું તો આપણને જરૂર આશ્ચર્ય થશે કે કચ્છીભાષાનો વિસ્તાર કેટલો વિશાળ છે.

આ “આંખ”ને કચ્છીભાષામાં “અખ” કહે છે જે સંસ્કૃતભાષાના “અક્ષિ” શબ્દ પરથી આવ્યો છે. અને તેના પ્રર્યાયવાચી શબ્દ તરીકે “નેંણ” શબ્દ પણ પ્રચલિત છે. જે સંસ્કૃતભાષાના “નેત્ર” કે “નયન” શબ્દ પરથી આવ્યો છે.

સૃષ્ટિમાં શ્વાસ લેતા દરેક જીવને બે આંખ હોય છે. કોઈને એક કે ત્રણ હોતી નથી.(આ કથન અપવાદરૂપ  પણ હોઈ શકે.) હા તેના આકારમાં થોડેઘણે તફાવત જોવા મળશે. વળી, તેની દ્ર્ષ્ટિ તિક્ષણ કે સામાન્ય હોય એ પણ જોવા મળે છે.

આપણે તો મનુષ્યની આંખની વાત કરીએ છીએ, અર્થાત્ આ “અખ” શબ્દના અર્થ અને તેના વાક્યપ્રયોગો, ક્રિયાપદો અને રૂઢિપ્રયોગોને જોવાનો આયામ આ સંજીરાના માધ્યમથી કરવાનો છે.

        અહીં “અખ’ એટલે જોવાની ઈન્દ્રિય. (૨ શેરડીના બીજનું સ્થાન. (૩) મશીનનાં નાનકડા ભાગ પર આવતી કણી જેવી ઠેસી. (૪) પાટિયા(લાકડાં)માં ઝાળની ડાળી ફૂટી હોય તેનો આંખ જેવા દેખાવવાળો નિશાન, જેને “ભમરી” પણ કહે છે. કચ્છીભાષામાં તેના વાક્યપ્રયોગો, ક્રિયાપદો અને રૂઢિપ્રયોગો આ પ્રમાણે જોવા મળે છે.

અખ કઢણી-(‚રૂઢિ.) ડરાવવું; ધમકાવવું.

અખઉથીણી/ડુખણી-આંખ દુ:ખવી.

અખ અ઼ડાયણીં-(‚રૂઢિ.) ઝગડો કરવો.

અખઘેરાણી-નિંદ્રા આવવી.

અખ ઢારણી-(‚રૂઢિ.) ઘડીક નિંદ્રા લેવી. (‚રૂઢિ.) મૃત્યુ પામવું.

અખ ઢારે છડણીં-સંકોચથી આંખ ઢાળવી. (‚૨) (‚રૂઢિ.) મૃત્યુ પામવું.

અખ વતાયણી-(‚રૂઢિ.) ધમકાવવું.

અખ ખુટકણીં-(પીડાથી) આંખ ખટકવી.

અખ તિરકણી-(‚રૂઢિ.) (જોતાં જ) આશ્ર્ચર્ય પામવું.

અખ ત઼િડી વિઞણીં-(‚રૂઢિ.) અભિમાન આવી જવું.

અખ ફિરકણી-(‚રૂઢિ.) સારા શુકન થવા.

અખ ફિરાયણી-(‚રૂઢિ.) ગુસ્સો બતાવવો.

અખ ફિરી વિઞણીં- આંખ ખોટી/ત્રાંસી થવી. (૨) (‚રૂઢિ.) મરણોન્મુખ થવું. (૩)(‚રૂઢિ.) બહુ જ અભિમાન આવી જવું.

અખ કન ખુલા રખણાં-(‚રૂઢિ.) સાવચેત રહેવું.

અખ ભારી થીંણી-આંખ ઘેરાવી. (‚રૂઢિ.) મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવો.

અખ રખણી-(‚રૂઢિ.) નજરમાં રાખવું; દ્વેષ પૂર્વકકોઇ પર ખ્યાલ રાખવો.

અખ રતી કેંણી-(‚રૂઢિ.) ગુસ્સો કરવો.

અખ રતી થીંણી-(દર્દથી) આંખ લાલ  થવી. (૨) (‚રૂઢિ.)  ગુસ્સો આવવો.

અખમેં આઞે વિઞણું-(‚રૂઢિ.) ઠગી જવું.

અખમેં આંગર કેંણી-(‚રૂઢિ.) આડખીલી‚પ બનવું. (૨) (‚રૂઢિ.) દગો કરવો.

અખ કાંણી કેંણી-(‚રૂઢિ.) સંબધ બગાડવો.

અખ મીંચણી-ઊંઘ લેવી. (૨) (‚રૂઢિ.) મૃત્યુ પામવું.         

અખ બૂંચ કેંણી-(‚રૂઢિ.) જાણતાં છતાં અજાણપણું બતાવવું.                

અખ બૂચાણીં કેંણી-(‚રૂઢિ.) લક્ષ્યમાં ન લેવું. (૨) (‚રૂઢિ.) કોઇનાથી દગાની રમત કરવી.

અખ સરમ-કોઇની શરમ રાખવી.

અખ મારણીં-(‚રૂઢિ.) આંખથી ઇશારો કરવો. (૨) સુતારી કામમાં લાકડું સીધું છે કે નહિ તે જોવાની ક્રિયા. અખ મિચકારણીં-ધૃષ્ટ ઇશારો કરવો.

અખજો કસ્તર-સતત ખટક્યા કરે એવો.

અખ ખુલણી-(‚રૂઢિ.) ભાન થવું.

અખજો તારો-અતિ વહાલો.

અખમેં અચણું-દેખાવમાં આવી જવું; આંખે ચડવું.

અખ મિલણીં-(‚રૂઢિ.) ઝોકું આવી જવું. (૨) (‚રૂઢિ.) પ્રેમ થઇ જવો.

અખમેં વસણું-(‚રૂઢિ.) અત્યંત ગમી જવું.

અખમેં હુંણુ-(‚રૂઢિ.) (વેરવૃત્તિ) ધ્યાનમાં હોવી.

અખ લિકાયણી-(‚રૂઢિ.) શરમાવવું.

અખ જે પલકારે-ક્ષણિક સમયમાં.

અખજે પટે જૅડ઼ોસતત ખટકે એવો.

અખ મિલાયણીં-મહોબત પ્યાર કરવો.(૨) આમને સામને જોવું, ખરા ખોટાના પારખા કરવા.

અખ ફિરાયણીં-ઉડતી નજરે જોવું. (૨) (‚રૂઢિ.) ગુસ્સો, ક્રોધ બતાવવો.

અખ તેજ હુંણી-દૃષ્ટિ વધારે હોવી.

અખ ઉઘ઼ડણી-ઊંઘમાંથી જાગવું. (૨) (‚રૂઢિ.) ફરજનું ભાન થવું.

અખ ઉચીં કેંણી-મર્યાદાનું ઉલ્લંધન કરવું.

અખ ઠરણી-(‚રૂઢિ.) જોઇને આનંદ થવો.

અખ ઠૅરણીં-જોઈને અચંબામાં પડવું.

અખ ખુચી રોંણી-(‚રૂઢિ.) અત્યંત પસંદ પડી જવું.

અખ ભરજી અચણી-દુ:ખનો અહેસાસ થવો.

અખમેં કમ઼ડો હુંણું-સાચા-ખોટાનું ભાન ન હોવું.

અખ ચોપણી-શેરડીની ગાંઠને વાવવી.

અખ વ્યારણી-મશીનના નાનકડા ભાગ પર આવતી કણી જેવી ઠેસી બેસાડવી.

અખ ડીંણી-(‚રૂઢિ.) કપડામાં ભરતકામ કર્યા પછી લેવાતો અમુક જાતનો ટાંકો.

અખ મેં સપ સુરણાં-(‚રૂઢિ.) કામવાસના જાગૃત થવી.

હવે આપણે અખીયું (બ.વ.) જોઈએ.

અખીયું છિને ગ઼િનણ્યું-(‚રૂઢિ.) ઊડીને આંખે વળગે એવું સુંદર

અખીયું ઠરણીયું-જોઈને હૈયામાં આનંદ થવો.

અખીયું ઠારણીયું-(વડીલોને) ખુશ રાખવા

અખીયું ડરા ડિઇ વિઞણીયું-આંખો ઊંડી ઉતરી જાય એટલી હદે શરીર ઘસાઇ જવું.

અખીયું બુંચેનેં-જોયા  વિના

અખીયું વ઼િડણીયું-મનભેદ-મતભેદ હોવો.

અખીયું વિંઞાયણીયું-નિરર્થક કામ કરવું.

અખીયું ઉથીણીયું-આંખમાં તકલીફ થવી.

અખીયું ભેરીયું હુંણ્યું(રૂઢિ.)પરિવાર સાથે હોવું.

અખીયું નં  હુંણ્યું-અંધ હોવું. (૨) (‚રૂઢિ.) બે શરમ હોવું.

અખીયું ભેરીયું થીંણીયું- (‚રૂઢિ.) સ્વજનોનું મિલન થવું.

અખીયું અચણીયું-આંખો દુઃખવી (૨) (‚રૂઢિ.) ભાન થવું.

અખીયું તાંણણીયું-(‚રૂઢિ.) ગુસ્સે થવું.

અખીયેં થીંણું/પોંણું-(‚રૂઢિ.) અપ્રિય બનવું.

અખીયેંજા તારા-અત્યંત પ્રિય.

અખીયેંજા ધ્રૉ-(‚રૂઢિ.) માત્ર જોઈને સંતોષ પામવો.

અખીયેં જો ફુટલ-આંધળા જેવો.

અખીયેં મેં ડિઇ વિઞણું-(‚રૂઢિ.) ઠગી જવું.

અખીયેં પોંણુ-નજરમાં હોવું કે આવવું.

અખીયેંજા સોં-આંખોના સમ.

અખીયેંમેં ઓતારા ડીંણાં-(‚રૂઢિ.) અતિ વ્હાલ દર્શાવવું.

અખીયેં આડા હથ ડીંણાં-અતિશય શરમાવવું.

અખીયેં પટા બધણા/હુંણા-(‚રૂઢિ.) સત્ય-અસત્યનું ભાન હોવું.

અખીયેં પાણી અચણાં-અત્યંત દુ:ખ થવું.

અખીયેં આડા કન કેંણાં-(‚રૂઢિ.) ધ્યાન પર ન લેવું.

અખીયેં રત અચણું-(‚રૂઢિ.) સહન શક્તિની હદ આવવી.

અખીયેં પાણી અચણા-સખત મહેનત કરવી.(૨) બહુ જ ખુશ થવું.

અખીયુંકામું -શીતલા માતાને આંખો ‘નેણ’ જેવું ચઢાવવાતું  પ્રતીક.

અખીયું ઘુમાયણીયું-(‚રૂઢિ.) અકળવકળ થઈ જવું.

અખીયું ટિપટિપાયણીયું-હેરતથી જોવું.

અખીયું ટોય ન્યારણું-એકીટસે જોવું.

અખીયું મીંચે મંઢાણું-કાર્ય પાછળ સતત મંડ્યા રહેવું.

અખીયું પટતેં ખોડ઼ે છડણીયું-(‚રૂઢિ.) શરમથી નીચે જોઈ રહેવું.

અખીયું મીંચે ડિના વિઞણું-નિશ્ચિંત થઈ ચાલ્યા જવું.

અખીયેં અગ઼ીયા/સામે-પ્રત્યક્ષ હાજરીમાં.

અખીયેંમેં ધૂડ઼ વિજણી-(‚રૂઢિ.) છેતરવું.

અખીયેં મિંજા આઞણજી ચોરઈ કેંણી-(‚રૂઢિ.) ખૂબજ સીફતપૂર્વક કામ કરવું.

આ સંદર્ભે કેટલીક કહેવતોનો સહારો લઈએ તો.

અખતાં વિઈ પણ ભિઞણ પ વ્યા“-બેશરમીની હદ વટાવી જવી.

અખ ફુટઈ ખમાજે પ ઉથઈ નં ખમાજે“-આંખ જતી રહે તેનાથી દુઃખવાનું દર્દ ખમાતું ન હોય.

અખ બૂચાંણી ત ધુનિયા લૂંટાણી”-રૂઢિ.) (પોતે) મરી ગયા પછી દુનિયા બેહાલ થઈ ગઈ.

વળી, આ “અખ” શબ્દ પર ઘણા કિસ્સા પણ જોવા મળે છે. જેને કચ્છીભાષામાં “ઓઠો” કહે છે. અને આવા “ઓઠા”માં લોકસાહિત્યકાર શરીર વિજ્ઞાની તરીકે જોવા મળે છે. તે કહે છે કે, અખ વિઞાણ આઞણી, મોં વિઞાણ મોયડ઼ો, નેં નક વિઞાણ નાસૂર. આંખને આંજણીનું દર્દ તેના રૂપને બગાડી નાખે છે, તો મોઢાના રૂપને ખીલ બગાડી નાખે છે ત્યારે નાકના રૂપને નાસૂર નામનો દર્દ બગાડી નાખે છે. આંખની ઓછી-વધુ દ્રષ્ટિ (નજર)ને “મીટ” કહે છે. આંખના કેટલા બધા શબ્દ અને શ્બ્દપ્રયોગોનો ઉલ્લેખ થયો પણ તેનાથી વધુ રહી જવા પામ્યા હોય એમ પણ બને.

Leave a comment